દીકરી વાંચે છે કે નહીં એ સુપરવાઇઝ કરવા પિતાએ ડૉગીને ટ્રેઇન કર્યો

17 March, 2019 09:33 AM IST  |  ચીન

દીકરી વાંચે છે કે નહીં એ સુપરવાઇઝ કરવા પિતાએ ડૉગીને ટ્રેઇન કર્યો

શ્વાન રાખે છે નજર

આજકાલ બાળકોને સ્માર્ટફોનનું એટલું ઘેલું લાગેલું છે કે ભણવાના સમયે પણ તેઓ કલાકો સુધી મોબાઇલમાં મોં ઘાલીને બેસી રહે છે. દીકરા-દીકરીને કંઈ ચોવીસે કલાક તો નજર સામે બેસાડી રાખી શકાય નહીં એટલે સાઉથ-વેસ્ટ ચીનના ગુઇયાંગ ટાઉનમાં રહેતા એક પિતાએ અતિ વિચિત્ર નિવેડો શોધ્યો છે. દીકરી હોમવર્ક બરાબર કરે અને ચોપડીમાં નજર રાખે એ માટે તેમણે પોતાના પાળેલા ડૉગીને ટ્રેઇન કયોર્ છે. જ્યારે દીકરી વાંચતી-લખતી હોય ત્યારે આ ડૉગી તેની સામે બેસી જાય છે. જેવી તેની નજર બીજે જાય કે તરત જ તે ભસવા લાગે છે. પિતાનું નામ શુ છે અને તેમણે મોન્ગ્રેલ નામના પાળેલા ડૉગીને એવો ટ્રેઇન કયોર્ છે કે જ્યાં સુધી દીકરી કૉફી-ટેબલ પર બેસીને તેનું હોમવર્ક પૂરું ન કરે ત્યાં સુધી બે પગ ટેબલ પર ઊભા કરીને ડૉગી તેની સામે જ ઊભો રહે છે. શુભાઈએ આ ડૉગી ૨૦૧૬માં પાળ્યો હતો. એ વખતે એ સાવ ગલૂડિયું હતો અને એને ટ્રેઇન કરવાનું સહેલું હતું. શુભાઈ હવે મોન્ગ્રેલને ઇશારાથી કહી દે કે દીકરીનું હોમવર્ક સુપરવાઇઝ કરવાનું છે એટલે એ ત્યાંથી જરાય ખસે જ નહીં. આ ડૉગી પેલી છોકરીનો મોબાઇલ લઈને બીજી રૂમમાં મૂકી આવે છે અને તે ત્યાંથી સહેજ આઘીપાછી થવા જાય તો તરત જ રોકી લે છે.

offbeat news hatke news