ચાઇનીઝ યુવાન ૩૨૦ વરુઓની દેખભાળ કરે છે

26 November, 2022 09:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચીનના આંતરિક વિસ્તાર મૉન્ગોલિયાના વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ સ્ટેશનમાં ૨૬ વર્ષનો પ્રાણીપ્રેમી એકસાથે ૩૦૦ કરતાં વધુ વરુઓની દેખભાળ રાખે છે.

ચાઇનીઝ યુવાન ૩૨૦ વરુઓની દેખભાળ કરે છે


ચીનના આંતરિક વિસ્તાર મૉન્ગોલિયાના વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ સ્ટેશનમાં ૨૬ વર્ષનો પ્રાણીપ્રેમી એકસાથે ૩૦૦ કરતાં વધુ વરુઓની દેખભાળ રાખે છે. વાંગ નાન નામનો આ યુવાન નાનપણથી વરુઓની એકતા અને પરસ્પરના બંધનથી આકર્ષિત હતો, આથી યુવાન વયે એની દેખભાળ કરવાનું કામ કરવાની તક તેને મળી ત્યારે તેણે એ ઝડપી લીધી હતી. મૉન્ગોલિયાના ઝિલિનહૉટમાં ઍનિમલ રેસ્ક્યુ રિઝર્વમાં કામ કરતાં તેણે જંગલી વરુઓની સંભાળ લેવાનું, એમને ખવડાવવાનું તથા એમનું સંવર્ધન કરવાની સાથે વિશ્વાસ મેળવવાની શરૂઆત કરી અને ધીમે-ધીમે તેની પાસેના વરુઓના સમૂહમાં નાનાં બચ્ચાંઓ સહિત કુલ ૩૨૦ વરુઓ ભેગા થયા. તાજેતરમાં ચાઇનીઝ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા એક વિડિયોમાં વાંગ વરુઓ સાથે રમતો, એમને ખવડાવતો જોવા મળ્યો હતો. 

offbeat news