ચીનની સ્કૂલમાં ટ્વિન્સની ૧૫ જોડી ટીચર્સને કરી દે છે કન્ફ્યુઝ

25 September, 2021 04:39 PM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

આ ૧૫ જોડિયાં ભાઈ-બહેનોની જોડી કુલ મળીને ૧૩ ક્લાસમાં બેસે છે અને એમાંની મોટા ભાગની જોડી ભણવામાં હોશિયાર છે

ટ્વિન્સની ૧૫ જોડી

સ્કૂલ-કૉલેજ કે ઑફિસમાં જો ટ્વિન્સની એકાદ જોડી પણ હોય તો એ હંમેશાં આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. એમાં પણ જો આઇડેન્ટિકલ ટ્વિન્સ હોય તો તેઓ સૌકોઈના લાડલા બની જાય છે. જોકે મધ્ય ચીનના હુબેઇ પ્રાંતના શિયાન શહેરની લિયુલીન પ્રાઇમરી સ્કૂલ એવી છે જેમાં ટ્વિન્સની એક, બે કે ત્રણ નહીં, પૂરી ૧૫ જોડી ભણે છે. આ ૧૫ જોડિયાં ભાઈ-બહેનોની જોડી કુલ મળીને ૧૩ ક્લાસમાં બેસે છે અને એમાંની મોટા ભાગની જોડી ભણવામાં હોશિયાર છે. પેરન્ટ્સની વિનંતીથી દરેક જોડીને એક જ ક્લાસમાં બેસાડવામાં આવી છે.

૧૫માંથી ૭ ટ્વિન્સમાં ભાઈ-બહેનની જોડી છે અને એ બધી જોડીઓ સ્કૂલમાં ડ્રૅગન-ફિનિક્સ ટ્વિન્સ તરીકે ઓળખાય છે. આ ફોટો પાડવામાં આવ્યો ત્યારે કેટલાક ટ્વિન્સ હાજર નહોતા.

આ સ્કૂલમાં મોટા ભાગનાં ટ્વિન્સ (જોડીમાં) એકસરખાં કપડાં પહેરીને આવે છે એટલે ઘણી વાર તેમને ઓળખવામાં શિક્ષકોને મુસીબત થઈ જાય છે. જોકે સ્કૂલનો સ્ટાફ ટ્વિન્સમાં કોને કેવી રીતે ઓળખવું  એનો ફરક જાણીને ટીચર્સને શીખવે છે એટલે તેમની મૂંઝવણ ઓછી થઈ જાય છે.

offbeat news international news china