ગેમ રમતાં-રમતાં સ્ટ્રોક આવવાથી લકવા લાગ્યો 50 કલાકે ખબર પડી

19 April, 2019 09:08 AM IST  |  ચીન

ગેમ રમતાં-રમતાં સ્ટ્રોક આવવાથી લકવા લાગ્યો 50 કલાકે ખબર પડી

ચીનના શેન્ઝેન શહેરમાં ૪૨ વર્ષના ભાઈને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે તે સ્ટ્રોક આવવાને કારણે લકવાગ્રસ્ત થઈ ચૂક્યો હતો. નવાઈની વાત એ છે કે આ ભાઈને ઇન્ટરનેટ કૅફેમાં ગેમ રમતાં-રમતાં સ્ટ્રોક આવ્યો હતો. ભાઈ ૩૧ માર્ચની સવારે કૅફેમાં આવ્યા હતા અને એ પછી તે સતત ૫૦ કલાક સુધી ત્યાં જ બેસી રહ્યા. છેક બીજી એપ્રિલે કૅફેના સ્ટાફે જોયું કે આ માણસ ઊભો થયો જ નથી એટલે તેની પાસે જઈને વાત કરવાની કોશિશ કરી. એ વખતે ખબર પડી કે તે નથી હલી શકતો કે નથી બોલી શકતો. તેણે ત્યાં જ છી-છી અને પી-પી પણ કરી નાખી હતી. ત્યાર બાદ તેને તરત જ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જોકે તે માંડ સહેજ ભાનમાં આવ્યો હતો અને તેનું જમણું અંગ લકવાગ્રસ્ત થઈ ગયેલું. ડૉક્ટરોએ કેટલીક ટેસ્ટ કરીને નિદાન કર્યું કે તેને ખૂબ સિવિયર સ્ટ્રોકનો હુમલો આવ્યો હોવાથી આમ થયું છે.

આ પણ વાંચોઃ વિશ્વનો સૌથી ઊંચો ઇન્ડોર વૉટરફૉલ ખુલ્લો મુકાયો સિંગાપોર ઍરપોર્ટ પર

બીજી તરફ ઇન્ટરનેટ કૅફેવાળાએ તપાસ કરવાનું શરૂ કર્યું કે આ માણસને સ્ટ્રોક ક્યારે આવ્યો હશે. રૂમમાં લાગેલા ઘ્ઘ્વ્સ્ કૅમેરા તપાસ્યા તો ખબર પડી કે તેણે હલવા-ચાલવાનું તો લગભગ ૫૦ કલાક પહેલાં જ બંધ કરી દીધું હતું. જોકે ઘટનાની જાણ થઈ એના ૨૪ કલાક પહેલાં એક વખત માટે તેનો ડાબો હાથ સહેજ હલ્યો હતો. એ સિવાય તે લગાતાર ૫૦ કલાક સુધી એક જ પોઝિશનમાં બેસી રહ્યો હતો.

news offbeat news hatke news