Coronavirusથી બાળકોને બચાવવા ચીની પિતાએ બનાવ્યું 'બેબી પૉડ

26 March, 2020 06:40 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

Coronavirusથી બાળકોને બચાવવા ચીની પિતાએ બનાવ્યું 'બેબી પૉડ

બેબી પૉડ

શંઘાઇમાં બે મહિનાના એક શિશુના પિતાએ પોતોના બાળકને કોરોના વાયરસના પ્રકોપથી સુરક્ષિત રાખવા માટે ઍર પ્યૂરીફિકેશનવાળા એક 'બેબી પૉડ'નું નિર્માણ કર્યું છે. 30 વર્ષના કાઓ જુન્જીએ એક સીલેબલ પૉડ તૈયાર કરવા માટે એક કૅટ કૅરિઅરનો ઉપયોગ કર્યો છે. આ પૉડમાં ઍર ક્વૉલિટીને મૉનિટર કરવા માટે એક ડિસ્પ્લે લગાડવામાં આવ્યું છે. આ ડિસ્પ્લેની મદદથી એ સરળતાથી જાણ કરી શકાય છે કે અંદર કાર્બન ડાયૉક્સાઇડનું કન્સન્ટ્રેશન કેટલું છે. કાઓએ બુધવારે રૉયટર્સને જણાવ્યું, "મહામારીને કારણે, મેં મારા બાળક માટે આ બેબી સેફ્ટી પૉડ બનાવવામાં એક મહિનો વિતાવ્યો છે. આ શિશુ માટે એક સુરક્ષિત અને આરામદાયક વાતાવરણ પ્રદાન કરી શકે છે."

વિશ્વાસ નહોતો કે આ બેબી પૉડ આટલું બધું આરામદાયક હશે
કાઓની પત્ની, ફંગ લુલુએ કહ્યું કે તેને શરૂઆતમાં અંદાજ નહોતો કે બેબી પૉડ અંદરથી કેટલું આરામદાયક રહેશે. ફંગએ કહ્યું કે, "મને લાગે છે કે તેમણે જે બેબી પૉડ બનાવ્યું છે તે ખૂબ જ સુરક્ષિત છે. અમે આ ઘણીવાર વાપર્યું છે, આનાથી મને રાહતનો અનુભવ થાય છે." ઉલ્લેખનીય છે કે ચીની શહેર વુહાનથી શરૂ થયેલા કોરોના વાયરસે આખા વિશ્વને હેરાન કરી દીધા છે. જો કે, ચીનમાં પરિસ્થિતિ ધીમે-ધીમે સારી થઈ રહી છે. અહીં અત્યાર સુધી કોરોનાના કુલ 81,285 કેસ સામે આવી ચૂક્યા છે, જેમાંથી 3287 લોકોનું મૃત્યુ થઈ ગયું છે. તો 74,051 લોકોની સારવાર થઈ છે અને તેઓ સાજાં થઈ ગયા છે.

china international news coronavirus covid19 offbeat news