બાળકને સ્કૂલમાં ઍડ્‍મિશન ન મળ્યું તો પેરન્ટ્સ ફ્લૅટ અને કાર વેચીને નીકળી ગયા ‘લર્નિંગ ટૂર’ પર

28 March, 2024 09:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાળકના પિતા યાંગનું કહેવું છે કે ‘ટ્રાવેલિંગ એ શબ્દો વિનાના પુસ્તક વાંચવા જેવું છે. તમે જેટલું વધુ જુઓ અને જાણો એટલું વધુ શીખો છો.’

હેનાન પ્રાંતમાં રહેતા દંપતી

આપણે ત્યાં ભાર વગરના ભણતરની ચર્ચા થાય છે તો પણ ઘણાં મા-બાપ તેમનાં બાળકો નાની ઉંમરે બધું શીખી લે અને અભ્યાસમાં પાછળ ન રહી જાય એ માટે કડકાઈભર્યું વલણ રાખે છે. જોકે ચીનના એક યુગલે પોતાના બાળકના અભ્યાસના મામલે અનોખું વલણ અપનાવ્યું છે. હેનાન પ્રાંતમાં રહેતા દંપતીનું બાળક માત્ર ૯ દિવસ નાનું હોવાથી પબ્લિક પ્રાઇમરી સ્કૂલમાં ઍડ્‍મિશન મેળવી શક્યું નહોતું. જોકે પ્રાઇવેટ સ્કૂલમાં બેસાડવાને બદલે તેમણે પોતાના ૬ વર્ષના બાળકને એક વર્ષની લર્નિંગ ટૂર પર લઈ જવાનું નક્કી કર્યું. એ માટે તેઓ પોતાની કાર અને ફ્લૅટ વેચીને એક કૅમ્પર વૅનમાં દેશભરમાં ફરવા નીકળી ગયાં છે. તેઓ બાળક સાથે ક્વૉલિટી ટાઇમ પસાર કરે છે અને બાળક મુસાફરી દરમ્યાન ઘણું બધું જ્ઞાન પણ મેળવે છે. બાળકના પિતા યાંગનું કહેવું છે કે ‘ટ્રાવેલિંગ એ શબ્દો વિનાના પુસ્તક વાંચવા જેવું છે. તમે જેટલું વધુ જુઓ અને જાણો એટલું વધુ શીખો છો.’

offbeat videos offbeat news china