આ ભાઈએ ઊંધા માથે ઊભા રહીને વાળ ધોવાનું મશીન બનાવ્યું

16 June, 2019 09:11 AM IST  |  ચીન

આ ભાઈએ ઊંધા માથે ઊભા રહીને વાળ ધોવાનું મશીન બનાવ્યું

આ ભાઈએ ઊંધા માથે ઊભા રહીને વાળ ધોવાનું મશીન બનાવ્યું

દરેક શોધ કંઈ થોમસ આલ્વા એડિસન જેવી ચમકદાર અને ઉપયોગી જ હોય એવું જરૂરી નથી. ક્યારેક અળવીતરા લોકો સાવ જ કામની ન હોય એવી ચીજોની શોધ કરી નાખે છે. ચીનના હુબેઈ પ્રાંતના બાઓડિંગ શહેરમાં રહેતા ગૅન્ગ શુઆઇ નામના ૩૧ વર્ષના ભાઈએ અપસાઇડ-ડાઉન હેરવૉશિંગ મશીન તૈયાર કર્યું છે. એનો ઉપયોગ શું થશે એની ખબર નથી, પરંતુ ભાઈનું માનવું છે કે જો તમારે કસરત કરતાં-કરતાં વાળ ધોવા હોય તો એ વાપરી શકાય એમ છે. આ ડિવાઇસ તમારા ગાર્ડનમાં સેટ કરવું પડે એમ છે. એક સ્ટૅન્ડ પર ઊભા રહીને બેલ્ટ દ્વારા એના પર ફિક્સ થવાનું અને પછી એ સ્ટૅન્ડ ધીમે-ધીમે ઊલટું થઈને તમારું માથું પાણીથી ભરેલી બાલદીમાં બોળી દે.

આ પણ વાંચો : પિતાની જિંદગી બચાવવા પુત્ર કરી રહ્યો છે આ કામ

એ બાલદીમાં પાણીનો વાલ્વ, ડ્રેનેજ સિસ્ટમ અને હેરડ્રાયર બધું જ છે. માથું ધોવાનું કામ થતું હોય ત્યારે તમે ઊંધા માથે ઊભા રહીને એક્સરસાઇઝ પણ કરી શકો છો. ઇન્ટરનેટ પર ગૅન્ગભાઈનું આ સંશોધન જોઈને બધાને નવાઈ લાગે છે કે આવી યુઝલેસ ચીજનું સંશોધન શું કામનું?

china offbeat news hatke news