દીકરાને ગણિતનો દાખલો સમજાવતાં મમ્મીને હાર્ટઅટૅક આવી ગયો

09 November, 2019 09:14 AM IST  |  China

દીકરાને ગણિતનો દાખલો સમજાવતાં મમ્મીને હાર્ટઅટૅક આવી ગયો

ચીનની છે આ ઘટના

જેમને માટે ગણિત ગમતીલો વિષય ન હોય તેને દાખલા સૉલ્વ કરવાનું માથાના દુખાવા સમાન લાગે, પણ ગણિતને લીધે કોઈને હાર્ટ-અટૅક આવે એ તો માન્યામાં ન આવે એવી વાત છે. બાળકોને ભણાવવું એ આમ પણ ઘણું કપરું કામ છે અને એમાં પણ જો કોઈ એક વાત તેના ભેજામાં ઊતરી જ ન રહી હોય તો શીખવનારનો પારો ઊંચે ચડે એમાં બેમત નથી. જોકે ચીનમાં વેન્ગ નામની મહિલા તેના ૯ વર્ષના પુત્રને ગણિતનો એક દાખલો સમજાવી રહી હતી, પણ દીકરાના ભેજામાં દાખલો બેસતો જ નહોતો. દાખલો સમજાવતી વખતે વેન્ગ એટલીબધી ઉશ્કેરાઈ ગઈ કે તેને છાતીમાં દુખવા માંડ્યું. વેન્ગને તરત જ ખ્યાલ આવી ગયો કે પોતાને કોઈ ગંભીર તકલીફ થઈ રહી છે. તેણે તરત જ પતિને ફોન કરીને બોલાવી લીધો. પતિ વેન્ગને હૉસ્પિટલ લઈ ગયો, જ્યાં તેને હાર્ટ-અટૅક આવ્યો હોવાનું નિદાન થયું હતું. ડૉક્ટરોએ કહ્યું કે જો જરાય મોડું થયું હોત તો હાર્ટ-ફેલ્યરનું જોખમ હતું.
એ યાદ રાખવું ઘટે કે નિષ્ફળતાને પગલે સર્જાતી હતાશા કે નિરાશા અને ગુસ્સો હાર્ટ-અટૅકનું કારણ બની શકે છે.

china offbeat news hatke news