કાંડા પર પારદર્શક પડ પહેરશો તો ફોન કે ઘડિયાળ પહેરવું નહીં પડે

11 November, 2019 11:06 AM IST  |  China

કાંડા પર પારદર્શક પડ પહેરશો તો ફોન કે ઘડિયાળ પહેરવું નહીં પડે

ચીનની નવી શોધ

ચીનની નાન્જિંગ યુનિવર્સિટીની કૉલેજ ઑફ એન્જિનિયરિંગના સંશોધકોએ ચામડી પર લગાવી શકાય એવું પાતળું અને ફ્લેક્સિબલ-સ્ટ્રેચેબલ પડ શોધ્યું છે. એનો ઉપયોગ ટેમ્પરરી ટૅટૂરૂપે કરી શકાય છે. એ ઑલ્ટરનેટિંગ-કરન્ટ ઇલેક્ટ્રૉલ્યુમિનેસન્ટ(એસીઈએલ) નામની આ ક્રાન્તિકારી શોધ હ્યુમન મશીન ઇન્ટરફેસ નામે પણ ઓળખાય છે. આ શોધ દ્વારા માણસની ચામડી પર ઇન્ફર્મેશન ડિસ્પ્લે શક્ય બનશે. એથી એ ડિસ્પ્લે પહેરનારે દોડતી વખતે સ્ટૉપવૉચ જોવાની કે ફોન આવે ત્યારે સ્માર્ટફોન ઉપાડવાની જરૂર નહીં પડે. એ બધું હ્યુમન મશીન ઇન્ટરફેસના ડિસ્પ્લે પર જોઈ શકાશે.
બે ફ્લેક્સિબલ સિલ્વર નૅનોવાયર ઇલેક્ટ્રૉડ્સની વચ્ચે સૅન્ડવિચની જેમ લાઇટ અમિટિંગ માઇક્રોપાર્ટિકલ્સ ગોઠવીને એસીઈએલ બનાવવામાં આવે છે. સ્ટ્રેચેબલ પૉલિમરમાં જડેલા સિરૅમિક નૅનો પાર્ટિકલ્સને કારણે એસીઈએલનો ડિસ્પ્લે વધારે તેજસ્વી બને છે. અગાઉ પણ ફ્લેક્સિબલ એસીઈએલ ડિસ્પ્લેના પ્રયોગ થઈ ચૂક્યા છે, પરંતુ આ સંશોધનની વિશેષતા એવી છે કે એ સુરક્ષિત રીતે ચામડી પર પહેરી શકાય છે. ઓછા વૉલ્ટેજમાં પણ તેજસ્વી પ્રકાશ ફેંકે છે અને ગરમ પણ ઓછું થાય છે.

china hatke news offbeat news