ચીનના જિમે આપી ફિટનેસ ચૅલેન્જ:૩ મહિનામાં ૫૦ કિલો વજન ઘટાડશો તો ૧.૩ કરોડ રૂપિયાની કાર મળશે

01 November, 2025 05:55 PM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

ચીનના શાનડૉન્ગ પ્રાંતના એક જિમમાં વેઇટલૉસ ચૅલેન્જ શરૂ કરવામાં આવી છે. એમાં ચૅલેન્જ આપવામાં આવી છે ૩ મહિનામાં ૫૦ કિલો વજન ઘટાડવાની. જો કોઈ કન્ટેસ્ટન્ટ આ ટાર્ગેટ પૂરો કરશે તો તેને ૧.૩ કરોડ રૂપિયાની પૉર્શે કાર આપવામાં આવશે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

ચીનના શાનડૉન્ગ પ્રાંતના એક જિમમાં વેઇટલૉસ ચૅલેન્જ શરૂ કરવામાં આવી છે. એમાં ચૅલેન્જ આપવામાં આવી છે ૩ મહિનામાં ૫૦ કિલો વજન ઘટાડવાની. જો કોઈ કન્ટેસ્ટન્ટ આ ટાર્ગેટ પૂરો કરશે તો તેને ૧.૩ કરોડ રૂપિયાની પૉર્શે કાર આપવામાં આવશે. જોકે આ ચૅલેન્જમાં ભાગ લેવા માટે તમારે ૧.૨ લાખ રૂપિયાની રજિસ્ટ્રેશન-ફી ભરવાની રહેશે. એ પછી જિમનો કોચ વાંગ જેમ કહે એમ તમારે કરવાનું. અલબત્ત, તમારે ૫૦ કિલો વજન ઘટાડવાની જરૂર છે કે કેમ એ પહેલો ક્રાઇટેરિયા છે. તમારે સ્વસ્થ વજન મેળવવા માટે ૫૦ કિલો ઘટાડવાની જરૂર હોય તો જ આ ચૅલૅન્જમાં ભાગ લેવા મળશે. એ પછી વાંગભાઈ જેમ કહે એમ ડાયટ અને કસરત કરવાની. જો તમે એ મુજબ કરીને વજન ઘટાડી શક્યા તો નવીનક્કોર કાર ઇનામ તરીકે મળશે. આ ચૅલેન્જમાં વધુમાં વધુ ૩૦ જ લોકો ભાગ લઈ શકશે, કેમ કે વાંગ એકસાથે આટલા લોકો પર જ ધ્યાન આપી શકશે. ૩ મહિનામાં ૫૦ કિલો વજન ઘટાડવું એટલે રોજનું લગભગ ૫૦૦ ગ્રામ વજન ઘટાડવાનું રહેશે. નિષ્ણાતોનું કહેવું છે કે આ સંભવ નથી અને જો કોઈ આટલી ઝડપથી વજન ઘટાડશે તો મસલ-લૉસ, હૉર્મોનલ અસંતુલન અને પિરિયડ્સમાં તકલીફો થઈ શકે છે. 

china beijing healthy living health tips offbeat videos offbeat news