સિંહના બચ્ચાંને ચિમ્પાન્ઝીએ પીવડાવ્યું દૂધ, જુઓ વાયરલ વીડિયો

08 July, 2020 02:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સિંહના બચ્ચાંને ચિમ્પાન્ઝીએ પીવડાવ્યું દૂધ, જુઓ વાયરલ વીડિયો

તસવીર સૌજન્ય: ટ્વીટર

દુનિયામાં સૌથી નિ:સ્વાર્થ અને પ્રેમાળ સંબંધ હોય તો તે છે માતા અને બાળકનો. માતા બાળકને કોઈપણ જાતના સ્વાર્થ વગર પ્રેમ કરે છે. માતા છે તો મમતા છે, મમતા છે તો સંતાનોની ચિંતા છે, પ્રેમ છે, વ્હાલ છે અને આદર સન્માન છે. આવો જ પ્રેમ અને વ્હાલનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર બહુ વાયરલ થયો છે. જેમાં એક ચિમ્પાન્ઝી સિંહના બાળકને દૂધ પીવડાવે છે અને પ્રેમ કરે છે.

ભારતીય વિદેશ સેવા (IFS) ઓફિસર સુશાંત નંદાએ ટ્વિટર પર એક વીડિયો શૅર કર્યો છે અને કૅપ્શનમાં લખ્યું છે કે, પાલક માતાએ કરેલુ ચુંબન. વીડિયોમાં ચિમ્પાન્ઝી સિંહના બાળકને દૂધ પીવડાવે અને અંતમાં તેના માથા પર ચુંબન પણ કરે છે.

સોશ્યલ મીડિયા પર આ વીડિયો બહુ વાયરલ થયો છે અને લોકોને તે બહુ પસંદ આવ્યો છે એક યુઝરે લખ્યું હતું કે, માતાનો પ્રેમ કોઈ મર્યાદા, સીમાઓ, રંગ અથવા પ્રજાતિઓ જોતો નથી. દરેક બાળકમાં તે પોતાનું બાળક જોવે છે અને મદદ કરે છે. સાથે જ પ્રેમ પણ આપે છે.

એક યુઝરે તો કહ્યું હતું કે, આ જ ખરી માતા છે.

એક યુઝરે કહ્યું હતું કે, માતાની મમતા બધા બાળકો માટે સમાન હોય છે. પછી ભલે તે બાળક કોઈનું પણ હોય.

તો અન્ય એક યુઝરે કહ્યું હતું કે, પ્રાણીઓમાં પણ આ પ્રકારની મમત જોવા મળી શકે છે.

એક મહિલા યુઝરનો તો આ વીડિયો જોઈને દિવસ બની ગયો હતો.

આ વીડિયો જોઈને યુર્ઝસ એમ જ કહી રહ્યાં છે કે, માતાની મમત કોઈના પર પણ વરસી શકે છે. તે કોઈની મોહતાજ નથી હોતી.

offbeat news offbeat videos viral videos national news