ભૂલથી એકવારમાં જ મળી 286 મહિનાની સેલરી, હવે ગાયબ થયો કર્મચારી

29 June, 2022 11:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એક કંપનીએ પોતાના એક કર્મચારીના ખાતામાં ભૂલથી 286 મહિનાની સેલરી એક વારમાં જ મોકલી દીધી. આ ઘણી જૂની વાત પણ નથી, પણ ગયા મહિનાની સેલરીમાં જ આવું થયું છે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

જો તમને એક જ વારમાં 286 મહિનાની સેલરી મળી જાય તો તમે શું કરશો? આમ તો આ પ્રશ્ન ખૂબ જ અટપટો છે, કારણકે આમ થવાની શક્યતા નહિવત્ હોય છે પણ તેમ છતાં આવી એક ઘટના સામે આવી છે. આ ઘટના Chileની છે, અહીં એક કંપનીએ પોતાના એક કર્મચારીના ખાતામાં ભૂલથી 286 મહિનાની સેલરી એક વારમાં જ મોકલી દીધી. આ ઘણી જૂની વાત પણ નથી, પણ ગયા મહિનાની સેલરીમાં જ આવું થયું છે.

પાછા આપવાનો વાયદો કરી કર્મચારી થયો ગાયબ
રસપ્રદ વાત એ છે કે કર્મચારીએ પહેલા તો કંપનીને વાયદો કર્યો કે તે પૈસા પાછાં આપી દેશે, પણ ત્યાર પછી તે ગાયબ થઈ ગયો. કંપનીને જ્યારે આ ભૂલની સમજણ પડી તો તેણે કર્મચારીનો સંપર્ક સાધ્યો. કર્મચારીએ કંપનીને કહ્યું કે તેને જે પણ એક્સ્ટ્રા પેમેન્ટ મળ્યું છે, તે પાછાં આપી દેશે. જો કે, કર્મચાકી પોતાના વાયદા પર ટક્યો નહીં. તેણે કંપનીમાંથી રાજીનામું આપી દીધું અને પૈસા લઈને ગાયબ થઈ ગયો. એકવારમાં આટલા બધાં પૈસા મળી જતા તે પણ લલચાયો અને ભાગી ગયો.

કંપનીએ મોકલી દીધા કરોડો રૂપિયા
ચર્ચાઓ પ્રમાણે, આ ઘટના Consorcio Industrial de Alimentos (CIAL) કંપનીની છે. આને ચિલીની સૌથી મોટી કંપનીઓમાંની એક માનવામાં આવે છે. મે મહિનામાં કંપનીએ ભૂલથી કર્મચારીને 5 લાખ પેસો એટલે કે લગબગ 43 હજાર રૂપિયાને બદલે 16.54 કરોડ પેસો એટલે કે 1.42 કરોડ રૂપિયા સેલરી તરીકે મોકલી દીધા. જ્યારે કંપનીના મેનેજમેન્ટે રેકૉર્ડ ચેક કર્યો, ત્યારે આ ભૂલની ખબર પડી.

પૈસાને બદલે કંપનીને મળ્યું રાજીનામું
ભૂલ ખબર પડ્યા પછી કંપનીના મેનેજમેન્ટે તે કર્મચારી સાથે વાત કરી. કંપનીએ જણાવ્યું કે ભૂલથી તેને એક જ વારમાં 286 મહિનાની સેલરી પણ મોકલી દેવામાં આવી છે. તેના પછી આ કર્મચારીએ બેન્ક જઈને વધારેના પૈસા પાછા આપવાની વાત કરી. જો કે એવું થયું નહીં. કંપની રાહ જોતી રહી ગઈ અને તેને પૈસાને બદલે કર્મચારીનું રાજીનામું મળી ગયું. પહેલા કર્મચાકરી ગાયબ થયો અને કંપની તેને સંપર્ક કરવાનો પ્રયત્ન જ કરતી રહી ગઈ. થોડાંક દિવસ પછી જ્યારે વાત થઈ તો તેણે ફરી બેન્ક જઈને પૈસા પાછા આપવાની વાત કરી. ત્યાર બાદ તેણે 02 જૂનના કંપનીને રાજીનામું આપી દીધું.

કંપની ઉઠાવી રહી છે કાયદાકીય પગલાં
તાજેતરના સમાચાર પ્રમાણે, હવે કંપનીએ આ મામલે કાયદાકીય પગલાં લેવાનો નિર્ણય લીધો છે. પૈસા પાછા આવવાની રાહ જોતાં-જોતાં કંપની મજબૂર થઈ ગયો. મળતી માહિતી પ્રમાણે, સંબંધિત કર્મચારી ગાયબ થઈ ગયો છે. કંપની પોતાના પૈસા પાછા મેળવવા માટે સરકારી અધિકારીઓનો સંપર્ક કરી ચૂકી છે. કંપનીએ ઉક્ત કર્મચારી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાનો રસ્તો લીધો છે.

offbeat news international news