પોપની ટોપી લઈ લેવાનો પ્રયાસ કરતા બાળકનો વિડિયો વાઇરલ

25 October, 2021 12:39 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

પોપે પણ તેમના ભાષણમાં આ બાળકના હાર્દિક વર્તન માટે તેને આશીર્વાદ આપ્યા હતા

વાઇરલ વીડિયોનો સ્ક્રિનશૉટ

સોશ્યલ મિડિયા પર એક અચરજભર્યો વિડિયો વાઇરલ થયો છે. આ વિડિયોમાં માસ્ક અને ટ્રૅક સૂટ પહેરેલું આશરે દસેક વર્ષનું એક બાળક દેખાય છે. તે પોપ ફ્રાન્સિસ પાસે જાય છે તેમની ટોપી ચોરવાનો પ્રયાસ કરે છે.

આ બાળક લથડિયાં ખાતાં પગલાં ભરીને પોપ ફ્રાન્સિસ પાસે જાય છે ત્યારે સુરક્ષા-કર્મચારીઓ બાળકને આગળ જતાં રોકતા નથી. બાળક પોપ સાથે હાલ મિલાવે છે. તેમની સામે કૂદે છે. બાળક ત્યાં જ રહેવા માગતું હોય એમ દેખાતાં પાસેના એક અધિકારી પોતાની ખુરસી ખાલી કરીને આપે છે. પોપની બાજુમાં બેસવા મળતાં જ બાળક આનંદિત થઈને ઝૂમી ઊઠે છે. એ સમય દરમ્યાન બાળક સતત પોપની પ્રખ્યાત ટોપી તરફ આંગળી ચીંધ્યા કરે છે. અધિકારીઓને આ વિશે ખ્યાલ આવી જતાં બાળકને અદ્દલ એવી બીજી ટોપી આપે છે.

પોપે પણ તેમના ભાષણમાં આ બાળકના હાર્દિક વર્તન માટે તેને આશીર્વાદ આપ્યા હતા. બાળક શારીરિક રીતે થોડું અક્ષમ હોવાનું દેખાતાં તેને માટે પોપ ઈશ્વરને પ્રાર્થના કરે છે.

offbeat news international news