પીત્ઝા પર બ્લુબેરીનું ટૉપિંગ

19 August, 2022 08:07 AM IST  |  Chicago | Gujarati Mid-day Correspondent

ફ્રોઝન પીત્ઝા  બ્રૅન્ડ ચિકાગો ટાઉન દ્વારા પીત્ઝા પર બ્લુબેરી (જાંબુ જેવાં ફળ)નું ટૉપિંગ આપ્યું છે

પીત્ઝા બનાવતા કર્મચારીઓ

પીત્ઝા પર સામાન્ય રીતે કોઈ ફળનું ટૉપિંગ હોતું નથી. પીત્ઝા પર પાઇનૅપલ તો જાણે સાવ મનમેળ વગરની વાત હોય એ રીતે જોવામાં આવે છે, પરંતુ હવે ધીમે-ધીમે પરિસ્થિ​િત બદલાઈ છે. ફ્રોઝન પીત્ઝા  બ્રૅન્ડ ચિકાગો ટાઉન દ્વારા પીત્ઝા પર બ્લુબેરી (જાંબુ જેવાં ફળ)નું ટૉપિંગ આપ્યું છે. તેમના મતે લોકો નવા-નવા પ્રયોગ સ્વીકારવા તૈયાર છે. યુકેમાં આયોજિત એફ ફેસ્ટિવલમાં બ્લુબેરી ફેવરનો પીત્ઝા રાખવામાં આવ્યો હતો. પીત્ઝા પર પાઇનૅપલની ચર્ચા ભલે ચાલતી રહે, પરંતુ અલગ-અલગ ટૉપિંગમાં હવે લોકોને રસ છે. ઇટલીમાં જ્યાં પીત્ઝાનું જન્મસ્થાન છે ત્યાંના લોકો આવા મિશ્રણને જોઈને ખૂબ નારાજ છે. દુનિયાભરમાં પીત્ઝા માટે જાણીતી બ્રૅન્ડ ડોમિનોઝે ઇટલીમાં એની તમામ શાખા બંધ કરવી પડી છે. એનું કારણ સ્થાનિક બ્રૅન્ડ સામે તે ટકી શક્યું નથી. ડોમિનોઝ દ્વારા ઇટલીમાં ૮૮૦ સ્ટોર ખોલવાની યોજના હતી, પરંતુ ૭ વર્ષમાં જ તેની તમામ શાખાઓ બંધ થઈ ગઈ હતી. એનું કારણ ફૂડ ડિલિવરી માર્કેટમાં આવેલી સ્પર્ધા તેમ જ સ્થાનિક રેસ્ટોરાંની હરીફાઈ હતી. ૨૦૨૧માં ડોમિનોઝની ઇટલીમાં ૩૪ રેસ્ટોરાં હતી ત્યારે કંપનીએ એવી બડાઈ હાંકી હતી કે ઇટલીના લોકો પીત્ઝા પર પાઇનૅપલ નાખતાં ડરતા નથી. 

offbeat news international news