ચેન્નઈમાં જળસંકટમાં ઑફરઃ એક કિલો ઇડલીના ખીરા પર પાણી મફત

01 July, 2019 10:36 AM IST  |  ચેન્નાઈ

ચેન્નઈમાં જળસંકટમાં ઑફરઃ એક કિલો ઇડલીના ખીરા પર પાણી મફત

તામિલનાડુની રાજધાની ચેન્નઈમાં પાણીની અછત એટલી હદે વકરી છે કે ગામડાંઓમાં લોકોને માઇલો દૂર ચાલીને પીવાનું પાણી મેળવવું પડે છે. બીજી તરફ શહેરોમાં પીવાનું પાણી પણ ખરીદીને લેવું પડે છે. જોકે આ અછતને ધ્યાનમાં રાખીને એક વેપારીએ ખાવાપીવાની ચીજો પર ફ્રીમાં પાણી આપવાની જાહેરાત કરી છે. પાર્થસારથિ નામના આ વેપારીએ એક કિલો ઇડલી-ઢોસાના ખીરા પર એક બાલદી પાણી ફ્રીની ઑફર કાઢી છે એને કારણે તેનું વેચાણ રાતોરાત વધી ગયું છે. વેપારીનું કહેવું છે કે ‘આમાં લોકોની મજબૂરીનો લાભ ઉઠાવીને વધુ કમાણી કરી લેવાનો ઇરાદો નથી, પરંતુ એક પ્રકારે અમે સર્વિસ જ આપીએ છીએ.

આ પણ વાંચોઃ આ બહેન સતત ૯૭ દિવસ હવા ખાઈને જીવી શકે છે

અમે ગ્રાહકો પાસેથી જે વધુ કમાણી કરીએ છીએ એમાંથી પ્રાઇવેટ ટૅન્કર લાવીને લોકોને પાણી ઉપલબ્ધ કરાવી આપીએ છીએ. મારા પપ્પાએ મને આ સજેશન આપેલું, કેમ કે અમે લગભગ બે દાયકાથી અહીં કામ કરીએ છીએ અને પાણીના સંકટમાં અહીંના લોકો માટે કંઈક કરવાની ઇચ્છા છે. જ્યાં સુધી જળસંકટ છે ત્યાં સુધી અમે તમામ પ્રૉફિટનો ઉપયોગ પાણી ઉપલબ્ધ કરાવવામાં વાપરીશું.’

offbeat news hatke news chennai