નાગપુરમાં એક કડાઈમાં ૩૦૦૦ કિલો તર્રી પોહા બનાવવાનો રેકૉર્ડ

08 June, 2026 01:08 PM IST  |  Indore | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે વિશ્વભરમાં પૌંઆ દિવસની ઉજવણી થઈ હતી. આ ખાસ દિવસે નાગપુરના શેફ વિષ્ણુ મનોહરે ૩૦૦૦ કિલો તર્રી પોહા બનાવીને નવો રેકૉર્ડ બનાવ્યો હતો

ગઈ કાલે વિશ્વભરમાં પૌંઆ દિવસની ઉજવણી થઈ હતી. આ ખાસ દિવસે નાગપુરના શેફ વિષ્ણુ મનોહરે ૩૦૦૦ કિલો તર્રી પોહા બનાવીને નવો રેકૉર્ડ બનાવ્યો હતો

ગઈ કાલે વિશ્વભરમાં પૌંઆ દિવસની ઉજવણી થઈ હતી. આ ખાસ દિવસે નાગપુરના શેફ વિષ્ણુ મનોહરે ૩૦૦૦ કિલો તર્રી પોહા બનાવીને નવો રેકૉર્ડ બનાવ્યો હતો. તર્રી પોહા ઇન્દોર અને નાગપુરનું સ્ટેપલ ફૂડ છે. સૌથી સારી વાત એ છે કે પૌંઆ બહુ ઓછા સમયમાં ઝટપટ બની જાય છે. ૭ જૂને વિશ્વ પૌંઆ દિવસ ઊજવાય છે. તર્રી પોહા નામની વાનગી માટે મહારાષ્ટ્રનું નાગપુર અને મધ્ય પ્રદેશનું ઇન્દોર જાણીતું છે. શેફ વિષ્ણુ મનોહરે નાગપુરમાં ગઈ કાલે ૩૦૦૦ કિલો તર્રી પોહા તૈયાર કર્યા હતા. શેફ વિષ્ણુ મનોહરે કહ્યું હતું કે ‘આ આયોજનનો હેતુ આખી દુનિયાને એ બતાવવાનો છે કે તર્રી પોહા નાગપુરની શાન છે. એ મધ્ય ભારતનો સૌથી ખવાતો નાસ્તો છે. નાગપુર આવે તેણે એક નાગપુરી તર્રી પોહા જરૂર ટ્રાય કરવા જોઈએ. એમાં વપરાતી તર્રી પ્રોટીનથી ભરપૂર દેશી ચણામાંથી બનાવવામાં આવે છે. એ તર્રી જ એને બાકી જગ્યાના પોહાથી જુદી અને લાજવાબ બનાવે છે.’

ઇન્દોરમાં પૌંઆ વહેંચવામાં આવ્યા

વર્લ્ડ પૌંઆ દિવસની ઉજવણી ઇન્દોરમાં પણ જોરશોરથી થઈ હતી. અહીં પૌંઆ દિવસની ઉજવણી માટે લોકોને ફ્રીમાં પૌંઆ વહેંચવામાં આવ્યા હતા. રતલામી સેવ અને મસાલો ભભરાવેલા પૌંઆ ઇન્દોરમાં ફેમસ છે. અહીં પણ તર્રી પોહા વેચાય છે, પણ એમાં ફણગાવેલા મગની સ્પાઇસી તર્રી હોય છે.

offbeat news nagpur indian food indore