જપાનમાં ચિયર લીડર્સ કોરોના રોગચાળાનું દુખ ભુલાવવામાં મદદ કરે છે

11 January, 2021 09:02 AM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

જપાનમાં ચિયર લીડર્સ કોરોના રોગચાળાનું દુખ ભુલાવવામાં મદદ કરે છે

ચિયર લીડર્સ

કોરોના રોગચાળાની ખૂબ આકરી અસર થઈ હોય એવા દેશોમાંલોકોનાં દુખ અને એકાંતની વ્યાધિઓમાં રાહત માટે સ્ટ્રીટ સિંગર્સ, મ્યુઝિશ્યન્સ અને સ્ટ્રીટ મૅજિશ્યન્સે ગયા વર્ષમાં ઘણા પ્રયાસ કર્યા હતા. હજી રોગચાળાનું જોખમ ઘટ્યું ન હોય એવા દેશોમાંએક જપાન છે. એ જપાનમાં ચિયર લીડર કન્યાઓ લોકોની નિરાશા અને ઉદાસી દૂર કરવામાં મદદ કરે છે. ટોક્યોના સિમ્બાશી રેલવે-સ્ટેશન પર ચિયર લીડર કન્યાઓને જોઈને લોકો ખુશ થઈ જાય છે. આ રીતે વિશેષ પ્રયત્નશીલ જૂથોમાં એક કુમી અસાઝુમાના નેતૃત્વ હેઠળની ‘જપાન ગર્લ્સ ચિયર ક્લબ’ છે.

offbeat news international news japan coronavirus covid19