આ જોઈ લો ઊડતી બોટ...

13 January, 2022 01:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાર્બન ફાઇબર સ્ટ્રક્ચર દ્વારા બનેલી આ યૉટના ચાર સોલાર પાવરથી ચાલતા ઇલેક્ટ્રિક પ્રોપેલર્સ અને બે હિલિયમ ભરેલા બ્લિમ્પ્સ એને પાણી પર ચલાવવા ઉપરાંત ઊડવામાં પણ મદદ કરશે. 

આ જોઈ લો ઊડતી બોટ...

ઇટલીની એક ડિઝાઇન ફર્મે એક એવી લક્ઝરી યૉટની ડિઝાઇન બનાવી છે જે વિશ્વના મહાસાગરોમાં દરિયાઈ સફર ખેડવા ઉપરાંત ઊડી પણ શકે છે. રોમની લઝારીની ડિઝાઇન સ્ટુડિયો દ્વારા ઍર યૉટની કલ્પના કરવામાં આવી છે. કાર્બન ફાઇબર સ્ટ્રક્ચર દ્વારા બનેલી આ યૉટના ચાર સોલાર પાવરથી ચાલતા ઇલેક્ટ્રિક પ્રોપેલર્સ અને બે હિલિયમ ભરેલા બ્લિમ્પ્સ એને પાણી પર ચલાવવા ઉપરાંત ઊડવામાં પણ મદદ કરશે. 
આ યૉટની કિંમત કેટલી હશે એ ​વિશે હજી કોઈ ફોડ પાડવામાં નથી આવ્યો પરંતુ પ્રાઇવેટ માલિકો માટે જ આને બનાવવામાં આવશે જેમની પાસે આવી વૈભવશાળી બોટ ખરીદવા માટે મોટી રકમ ફાજલ પડી હોય. ડ્રાય કાર્બનમાંથી બનેલી આ યૉટ અંદાજે ૧૫૦ મીટર લાંબી હશે તેમ જ એની પહોંળાઈ ૮૦ મીટરની છે. આ બોટ સતત ૪૮ કલાક સુધી પ્રતિ કલાક ૭૦ માઇલના ઝડપે ઊડી શકશે. આ યૉટનો ઉપયોગ  પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે નથી. બે બ્લિમ્પ્સમાં પ્રાઇવેટ સ્વીટ હશે જેમાં સૂવા ઉપરાંત કપડાં ધોવાની વ્યવસ્થા પણ છે. તેથી મુસાફરો લાંબા સમય સુધી મુસાફરી કરી શકે છે. દરેક બ્લિમ્પમાં આવા પાંચ સ્વીટ હશે જેમાં વિન્ડો વ્યુ પણ છે. દરેક બ્લિમ્પ સેન્ટ્રલ કમ્પાર્ટમેન્ટ સાથે જોડાયેલા હશે જ્યાંથી મુસાફરો ચાલીને જઈ શકે છે. વળી આમાં સ્વિમિંગ-પૂલ પણ હશે. ડિઝાઇન કંપની આવા અનેક કન્સેપ્ટ લાવતી હોય છે. જોકે એનું નિર્માણ કરતી નથી. તેથી એવી પણ શક્યતા છે કે આ ઍર યૉટ ખરેખર તૈયાર થાય તો બહુ જ ખર્ચાળ હશે.

offbeat news international news world news italy