ચાંગલી કાર : ફક્ત ૭૦,૦૦૦ રૂપિયામાં ઇલેક્ટ્રિક કાર

12 July, 2020 09:16 AM IST  |  Mumbai Desk | Mumbai correspondent

ચાંગલી કાર : ફક્ત ૭૦,૦૦૦ રૂપિયામાં ઇલેક્ટ્રિક કાર

ચાંગલી ઇલેક્ટ્રિક કાર

ઇલેક્ટ્રિક કાર વસાવવાની ઇચ્છા હોય અને ટેસ્લા બ્રૅન્ડની કાર ખરીદવાની ક્ષમતા ન હોય તો સસ્તી અને ચાંગલી (બ્રૅન્ડનું નામ) ઇલેક્ટ્રિક કાર હોમ ડિલિવરીમાં ૯૩૦ ડૉલર (લગભગ ૭૦,૦૦૦ રૂપિયા)માં મળે છે. મોટી બૅટરીઝવાળી કાર ૧૨૦૦ ડૉલર (અંદાજે ૯૦,૦૦૦ રૂપિયા)માં ઉપલબ્ધ છે. ચીનના શાંગચાઉ કાર ઇન્ડસ્ટ્રીનું ઉત્પાદન ચાંગલી નેમેકા ઑનલાઇન અને સોશ્યલ મીડિયા પર લોકોનું ઘણું ધ્યાન ખેંચે છે. એ નાના વાહનની ઇલેક્ટ્રિક મોટર ૧.૧૬ હૉર્સ પાવર વીજળીનો વપરાશ કરે છે અને એ વધુમાં વધુ કલાકના ૩૦ કિલોમીટરની ઝડપે દોડે છે. એમાં ઍરકન્ડિશનિંગ, હીટર, ઇન્ડિપેન્ડન્ટ સસ્પેન્શન, રેડિયો, રિવર્સ વ્યુ કૅમેરા વગેરે સાધનો પણ મળી શકે છે. ચાંગલી કાર અઢી મીટર લાંબી, દોઢ મીટર પહોળી અને ૧.૮૦ મીટર ઊંચી છે. ૩૨૩ કિલોની કાર ૩૦૦ કિલો વજન ઊંચકી શકે છે. ૯૩૦ ડૉલર (૭૦,૦૦૦ રૂપિયા) અને ૧૨૦૦ ડૉલર (૯૦,૦૦૦ રૂપિયા)માં ટૂ સીટ વર્ઝન્સ અને ૧૫૦૦ ડૉલર (૧.૧૩ લાખ રૂપિયા)માં થ્રી સીટ વર્ઝન્સ ઉપલબ્ધ છે.

offbeat news automobiles