પિયાનો પર ગિટારિસ્ટ સાથે મસ્ત ડ્યુએટ વગાડે છે આ બિલાડીબહેન

18 December, 2020 07:05 AM IST  |  Russia | Gujarati Mid-day Correspondent

પિયાનો પર ગિટારિસ્ટ સાથે મસ્ત ડ્યુએટ વગાડે છે આ બિલાડીબહેન

રોબ ઍન રોલ નામે ટ્વિટર-અકાઉન્ટધારકે રશિયાના ગિટારિસ્ટ માર્સેલ ગોલ્માનોવની ૩૬ સેકન્ડની એક ક્લિપ શૅર કરી છે. એમાં તે ગિટારિસ્ટની સાથે તેની પાળેલી બિલાડી પિયાનો પર સંગત કરે છે. સોશ્યલ મીડિયા પર ક્યારેક સંગીતનાં વાદ્યો વગાડતી બિલાડીઓના વિડિયો જોવા મળે છે. આપણને લાગે કે બિલાડીને વળી શું પિયાનોની સમજણ પડે? પણ વિડિયોમાં જે સંગીતનું નિર્માણ થઈ રહ્યું છે એ બહુ કર્ણપ્રિય છે. કૅટ અને માલિકના પિયાનો-ગિટારના ડ્યુએટ પર્ફોર્મન્સના વિડિયો નેટિઝન્સને એટલા ગમ્યા છે કે એના આઠ લાખથી વધારે વ્યુઝ નોંધાયા છે. અગાઉ એ બિલાડીના સોલો પર્ફોર્મન્સના વિડિયો પણ ઑનલાઇન શૅર કરવામાં આવ્યા હતા.

આ વખતના વિડિયોમાં જોઈ શકાય છે કે બિલાડી પિયાનો પર જે સૂર છેડે છે એની સાથે મૅચ થાય એ રીતની ધૂન ગિટારિસ્ટ વગાડે છે જેને કારણે બે-ચાર પિયાનો કીઝ દબાવીને પણ બિલાડીબહેન જાણે નિષ્ણાત પિયાનિસ્ટ હોય એવો ભાસ થાય છે.

offbeat news international news russia