બેબી શેરવાનીમાં બિલ્લીમાસી

25 September, 2020 09:28 AM IST  |  Mumbai | Agencies

બેબી શેરવાનીમાં બિલ્લીમાસી

બેબી શેરવાનીમાં બિલ્લીમાસી

પ્રાણીઓને ઘરમાં પાળનારા લોકો એને ખૂબ જ લાડકોડ કરાવતા હોય છે. પાળેલાં પશુઓ માટે રમકડાં, કપડાં અને જાતજાતનું ખાવાનું ખવડાવવાના શોખીન માલિકો પણ હોય છે. તાજેતરમાં આવાં જ એક ઉત્સાહી બહેને પોતાની બિલાડીને શેરવાની પહેરાવી હતી. સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર સાનિયા નામની યુઝરે શેરવાની પહેરેલી બિલાડીની તસવીરો પોસ્ટ કરી છે. એ ક્યુટ બિલ્લીમાસીને જોઈને સોશ્યલ મીડિયા તો ઓવારી ગયું. બીજી એક તસવીરમાં બિલાડીએ બેબી ડ્રેસ પહેર્યો છે. સાનિયાએ કમેન્ટ્સમાં લખ્યું હતું કે ‘મારી મમ્મીએ મને કહ્યું કે બન્ને ડ્રેસ બિલાડીને શોભે છે. મમ્મી મારી સીમંતવિધિ (બેબી શાવર) વખતે બિલાડીને આ ડ્રેસ પહેરાવશે એવું પણ મમ્મીએ કહ્યું છે.’

international news offbeat news