ઠંડીને હરાવવા મીંદડી અને ગલૂડિયાએ કરી સમજૂતી

11 January, 2021 09:10 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઠંડીને હરાવવા મીંદડી અને ગલૂડિયાએ કરી સમજૂતી

મીંદડી અને ગલૂડિયાની અનોખી દોસ્તી

ઠંડીની મોસમમાં ગામડાંઓમાં તેમ જ શહેરમાં રસ્તા પર અનેક લોકો ઠંડીથી બચવા માટે તાપણું કરતા હોય છે. ગરમીથી બચવાનો આ એક શ્રેષ્ઠ ઉપાય છે. માણસોની જેમ પશુઓને પણ ઠંડી અસર તો કરતી જ હોયને, તો તેઓ કેમ પાછળ રહી જાય. તાપણું કરી ગરમાટો મેળવવા માનવો તાપણું કરી રહ્યા હોય ત્યાં પશુઓ બેસીને ઠંડી ભગાવી તો શકે જને. આઇએફએસ અધિકારી સુશાંતા નંદાએ ટ્વિટર પર એક વિડિયો અપલોડ કર્યો છે, જે સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વિડિયો ક્યાંનો છે એ જાણી શકાયું નથી. વિડિયોમાં એક કૂતરાનું અને બિલાડીનું નાનું બચ્ચું સગડીની સામે બેસીને તાપણાની મજા લઈને ગરમાટો મેળવી રહ્યાં છે. આ વિડિયોને અત્યાર સુધી ત્રણ લાખ કરતાં વધુ વ્યુઝ મળી ચૂક્યા છે.

offbeat news national news