કોવિડના પેશન્ટ્સ માટે પૂઠાના પલંગ

28 July, 2021 10:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટોક્યો ઑલિમ્પિક્સમાં ઍથ્લીટ્સ માટે ઉપલબ્ધ કરાયા છે એવા આ પલંગ ખૂબ મજબૂત હોય છે અને એ બનાવવા પાછળનો ખર્ચ પણ ઘણો ઓછો હોય છે.

કોવિડના પેશન્ટ્સ માટે પૂઠાના પલંગ

થાઇલૅન્ડમાં કોરોના વાઇરસથી લોકો હજીયે ખૂબ ભયભીત છે એવામાં રાજધાની બૅન્ગકૉકની હૉસ્પિટલોમાં મોટી સંખ્યામાં લોકો માટે ખાલી બેડ તૈયાર રાખવામાં આવ્યા છે. આ શહેરમાં બેડની તંગી છે એવી સ્થિતિમાં એક વિશાળ હૉસ્પિટલના ઍરપોર્ટ નજીકના વિશાળ વેરહાઉસમાં ૧૮૦૦ જેટલા પૂઠાના પલંગ બનાવીને તૈયાર રખાયા છે. ટોક્યો ઑલિમ્પિક્સમાં ઍથ્લીટ્સ માટે ઉપલબ્ધ કરાયા છે એવા આ પલંગ ખૂબ મજબૂત હોય છે અને એ બનાવવા પાછળનો ખર્ચ પણ ઘણો ઓછો હોય છે.  એ.એફ.પી.

offbeat news