આ કાર કાર્ડબોર્ડ જેવા રીસાઇકલ મટીરિયલ્સમાંથી બનાવવામાં આવી

02 October, 2022 07:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એના ૫૦ ટકા પાર્ટ્સ રીસાઇકલ મટીરિયલ્સ છે, પરંતુ એના ૧૦૦ ટકા પાર્ટ્સને રિસાઇકલ કરી શકાશે

આ કાર કાર્ડબોર્ડ જેવા રીસાઇકલ મટીરિયલ્સમાંથી બનાવવામાં આવી

ફ્રેન્ચ કાર મેકર સિટ્રોએન કમાલની ઇલેક્ટ્રિક કાર ઓલી લાવી છે. એના ૫૦ ટકા પાર્ટ્સ રીસાઇકલ મટીરિયલ્સ છે, પરંતુ એના ૧૦૦ ટકા પાર્ટ્સને રિસાઇકલ કરી શકાશે.
સિટ્રોએનના સીઈઓ વિન્સેન્ટ કોબીએ કહ્યું હતું કે અત્યારની કારનું વજન ૧૨૦૦ કિલોથી વધારે હોય છે. જોકે ઓલીનું વજન લગભગ એક ટન છે. એ સંપૂર્ણપણે ઇકો-ફ્રેન્ડ્લી છે. એની રૂફ અને બોનેટ પૅનલ કાર્ડબોર્ડ અને ફાઇબર ગ્લાસની બનેલી છે.

ઓલીનાં વ્હીલ્સ ઍલ્યુમિનિયમ અને સ્ટીલનાં બનેલાં છે જે સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતાં અલૉયઝ કરતાં સસ્તાં છે. એટલું જ નહીં, અત્યારે ટાયર્સ સામાન્ય રીતે ૨૦,૦૦૦ માઇલ્સ ચાલતાં હોય છે, પરંતુ ઓલીનાં ટાયર્સ ૬૨,૦૦૦ માઇલ્સ ચાલશે. આ કારનું ઇન્ટીરિયર 3D પ્રિન્ટેડ છે. આ ફૅમિલી કારની કિંમત ૨૨,૦૦૦ પાઉન્ડ (૨૦ લાખ રૂપિયા) હશે.

offbeat news offbeat videos