આવતા વર્ષે ચંદ્ર પર થશે કાર-રેસિંગ

04 December, 2020 09:58 AM IST  |  Mumbai | Mumbai correspondent

આવતા વર્ષે ચંદ્ર પર થશે કાર-રેસિંગ

આવતા વર્ષે ચંદ્ર પર થશે કાર-રેસિંગ

અમેરિકાની ઍરોસ્પેસ કંપની દ્વારા આગામી વર્ષના ઑક્ટોબર મહિનામાં ચંદ્ર પર એક કાર-રેસિંગનું આયોજન થવાનું છે. મૂન પાર્ક નામની અમેરિકન ઍરોસ્પેસ કંપની દ્વારા યોજાનારી આ રેસમાં ઍલન મસ્કની સ્પેસએક્સ કંપની પણ સાથે કામ કરી રહી છે. સ્પેસઍક્સ રૉકેટ ફાલ્કન-9 દ્વારા બે રોબોટિક કારને ચંદ્રની સપાટી પર મોકલવામાં આવશે અને ત્યાં એ બે કાર વચ્ચે રેસ થશે. આ રિમોટ કન્ટ્રોલ રેસમાં અંતરીક્ષના વૈજ્ઞાનિકો નહીં, પર હાઈ સ્કૂલના સ્ટુડન્ટ્સ ભાગ લેશે. રેસિંગ માટેની બન્ને કાર ૨.૫ કિલો વજનની છે. અલબત્ત, આમ તો કન્સેપ્ટ હજી ખૂબ પ્રાઇમરી સ્ટેજ પર છે, પરંતુ આ રેસ વાઇફાઇ અને ટેલિમેટ્રીના સપોર્ટથી રિમોટ દ્વારા કન્ટ્રોલ થાય એવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આને માટે ખાસ કાર બનાવવા વિશ્વભરમાંથી સ્ટુડન્ટ્સની ટીમ સિલેક્ટ કરવામાં આવશે. દરેક ટીમમાં પાંચ મેમ્બર્સ હશે. આઠ વીકની તબક્કાવાર સ્પર્ધાઓમાંથી પસાર થઈને ફાઇનલ રાઉન્ડમાં કુલ ૬ ટીમો પહોંચશે અને એમાંથી બે ટીમ મૅક્‍લારેનના ડિઝાઇનર ફ્રૅન્ક સ્ટિફન્સ સાથે મળીને હાઇબ્રીડ સ્પોર્ટ્સ કાર ડિઝાઇન કરશે.
ચંદ્ર પર જ્યાં ઓછું ગુરુત્વાકર્ષણ છે એ ભાગમાં બે કાર વચ્ચે રેસ થશે. આ આખાય પ્રોજેક્ટનો ખર્ચ લગભગ ૭૪ કરોડ રૂપિયા જેટલો છે.

international news offbeat news united states of america