આ ભાઈ પાસે છે દુનિયાનું સૌથી મોટું મોતી, વજન ૨૭.૬૫ કિલો, કિંમત ૭ કરોડ

11 May, 2019 11:33 AM IST  |  કેનેડા

આ ભાઈ પાસે છે દુનિયાનું સૌથી મોટું મોતી, વજન ૨૭.૬૫ કિલો, કિંમત ૭ કરોડ

કૅનેડામાં રહેતા ૩૪ વર્ષના અબ્રાહમ રેયસ નામના ભાઈને વારસામાં તેમનાં કાકી પાસેથી એક જાયન્ટ સાઇઝનું મોતી મળ્યું હતું. આ મોતીનું વજન ૨૭.૬૫ કિલો જેટલું છે. આ મોતી હાલના સૌથી મોટા લાઓત્સે મોતી કરતાં ચારગણું વધારે છે. આ મોતીની સાઇઝ લિટરલી એક બાળક જેટલી મોટી છે. વ્હાઇટ અને ક્રીમ કલરનું આ મોતી અંદાજે ૧૦૦૦ વર્ષ જૂનું હોવાની સંભાવના છે. ૧૯૫૯માં અબ્રાહમ રેયસના દાદાએ ફિલિપીન્સના એક માછીમાર પાસેથી ખરીદેલું અને અબ્રાહમની કાકીને ગિફ્ટ કરી દીધું હતું. એ દેખાવમાં જરાય પર્લ જેવું લાગતું ન હોવાથી તેના પરિવારજનોને અંદાજ જ નહોતો કે તેમના ઘરમાં અતિકીમતી મોતી છે. જિયોલૉજિકલ નિષ્ણાતોના મતે આ મોતી લગભગ ૭ કરોડ રૂપિયા કે એથી વધુની કિંમતનું છે.

આ પણ વાંચોઃ સોશ્યલ મીડિયા પર છવાઈ સેલ્ફી વિથ કૉક્રૉચ ચૅલેન્જ

જ્યારથી આ વાતની ખબર પડી છે એ પછી અબ્રાહમે આ મોતી ૨૨ કૅરેટના પાનમાં જડીને સાચવ્યું છે. અબ્રાહમને આ મોતી વેચીને રોકડી કરી લેવાની કોઈ ઉતાવળ નથી. એને બદલે તે એને જુદા-જુદા મ્યુઝિયમમાં મૂકીને લોકોને આ મોતી બતાવવા માગે છે. તેનું કહેવું છે કે દુનિયાને પણ ખબર હોવી જોઈએ કે આવડું મોટું મોતી પણ અસ્તિત્વમાં છે.

offbeat news hatke news