મેકઅપ આર્ટિસ્ટનો અદ્ભુત દૃષ્ટિભ્રમ, ટમેટાં નથી કાપ્યાં, પગમાં ચિત્ર દોર્યું છે

12 January, 2023 12:20 PM IST  |  Toronto | Gujarati Mid-day Correspondent

આ વિડિયો ૧૫ ડિસેમ્બરે શૅર કરવામાં આવ્યો હતો, જે લોકોને ઘણો ગમ્યો છે

મેકઅપ આર્ટિસ્ટનો અદ્ભુત દૃષ્ટિભ્રમ, ટમેટાં નથી કાપ્યાં, પગમાં ચિત્ર દોર્યું છે

ઘણા લોકોને જાતજાતના મેકઅપ કરવાનું પસંદ હોય છે. કેટલાક લોકો એને વ્યવસાય બનાવે છે, તો કેટલાક માત્ર આવો શોખ રાખે છે. આ કળામાં પારંગત થવા ઘણો બધો સમય આપવો પડે છે. પોતાના શરીરને અકલ્પનીય રીતે બદલી નાખતા મેકઅપવાળા ઘણા વિડિયો વાઇરલ થાય છે. મિમી ચોઇ આવી જ એક આર્ટિસ્ટ છે. કૅનેડાની આ મહિલા ​ચિત્રવિચિત્ર દૃષ્ટિભ્રમ કરે એવા મેકઅપ દ્વારા લોકોને આશ્ચર્યચકિત કરી રહી છે. મિમી ચોઇ પોતાના ચહેરા અને શરીરનો ઉપયોગ કૅન્વસ તરીકે કરે છે. તેણે પોતાના ચહેરાને રાક્ષસ જેવો કે માછલીઘર જેવો બનાવ્યો હતો. તાજેતરમાં તેણે પોતાના પગ પર એવી રીતે ચિત્ર દાર્યું છે જાણે બ્રેડના ટુકડા હોય. અન્ય એક વિડિયોમાં પગનો ઉપયોગ એવી રીતે કર્યો છે જાણે ટમેટાં કાપવામાં આવ્યાં હોય. અન્ય એક ફોટોમાં સફરજન છોલવામાં આવ્યું હોય એવો પગ બનાવ્યો છે. આ વિડિયો ૧૫ ડિસેમ્બરે શૅર કરવામાં આવ્યો હતો, જે લોકોને ઘણો ગમ્યો છે. કેટલાક લોકોને આ ઘણું વિચિત્ર લાગ્યું હતું, છતાં ગમ્યું હતું. 

offbeat news canada viral videos international news