4 કલાક અને 20 મિનિટ સુધી પ્લૅન્ક પોઝિશન જાળવીને બનાવ્યો રેકૉર્ડ

31 May, 2019 09:38 AM IST  |  કેનેડા

4 કલાક અને 20 મિનિટ સુધી પ્લૅન્ક પોઝિશન જાળવીને બનાવ્યો રેકૉર્ડ

આ ઇવેન્ટમાં બહેને લાંબો સમય પ્લૅન્ક પોઝિશનમાં સ્થિર રહેવાની ચૅલેન્જ ઉપાડી હતી. જેમને એક્સરસાઇઝ અને વર્કઆઉટમાં ખબર નથી તેમને કહી દઈએ કે પ્લૅક એ પેટ અને ધડના સ્નાયુઓને મજબૂત કરવા માટેની ખાસ કસરત છે જેમાં માત્ર પગના અંગૂઠા અને હાથના સહારે બૉડીને જમીનથી પૅરેલલ ઊંચકેલી રાખવાની હોય છે.

આ પહેલાં સૌથી લાંબો સમય પ્લૅન્ક કરવાનો રેકૉર્ડ ૩ કલાક અને ૩૦ મિનિટનો હતો જે ૨૦૧૫માં મારિયા કાલીમેરા નામની કન્યાના નામે હતો. આ રેકૉર્ડ બન્યા પછી ડાનાએ પોતાની બૉડીને આ ચૅલેન્જ ઉઠાવવા માટે ટ્રેઇન કરવાનું શરૂ કરેલું. પહેલી વાર તેણે પ્લૅન્ક કરી ત્યારે તે માત્ર ચાર જ મિનિટ એ પોઝિશનમાં રહી શકી હતી.

આ પણ વાંચોઃ હવે તમારાં લગ્નમાં ફોટોગ્રાફી માટે પણ રોબો બોલાવી શકાશે

એ પછી તેણે લગાતાર દરરોજ ટ્રેઇનિંગ દ્વારા બૉડીને તૈયાર કર્યું હતું અને વિશ્વવિક્રમ બનાવ્યો હતો. સ્ત્રીઓની સરખામણીએ પુરુષોના મસલ્સ વધુ સહનશક્તિ ધરાવતા હોય છે એટલે પુરુષોમાં લાંબો સમય પ્લૅન્ક કરવાનો રેકૉર્ડ આઠ કલાક અને ૧ મિનિટનો છે.

offbeat news hatke news