રમતાં-રમતાં પડી ગયેલી કન્યાની ગરદન સોંસરવી ઊતરી ગઈ પેન્સિલ

17 May, 2019 09:24 AM IST  |  કેનેડા

રમતાં-રમતાં પડી ગયેલી કન્યાની ગરદન સોંસરવી ઊતરી ગઈ પેન્સિલ

કૅનેડાના ટૉરોન્ટોની એક સ્કૂલમાં ૧૧ વર્ષની એક છોકરી રિસેસમાં રમી રહી હતી. એ વખતે તેના ડેસ્ક પર શાર્પ અણી કાઢેલી પેન્સિલ પડી હતી. બાળકો સાથે રમતાં-રમતાં એ છોકરીનું બૅલૅન્સ ગયું અને તે પેલી પેન્સિલ પર પડી. આ રમત ચાલતી હતી ત્યારે કોઈ મોટું ત્યાં હાજર નહોતું, પણ પેલી પડી ગયેલી છોકરીને જ્યારે ઊભી કરવામાં આવી ત્યારે તેની ગરદનમાં અડધોઅડધ પેન્સિલ ખૂંપી ગઈ હતી. આવું કઈ રીતે સંભવ બને એ હજી સમજાઈ નથી રહ્યું, પણ ગરદનમાં જ્યાં પેન્સિલ ખૂંપેલી હતી એ મગજને લોહી પહોંચાડતી કૅરોટિડ ધમનીમાં જ ઘૂસી ગયેલી.

પેન્સિલ એવી રીતે ભોંકાયેલી કે ધમનીમાંથી લોહી મગજને પહોંચતું અટકી ગયું. તેને જ્યારે હૉસ્પિટલ લાવવામાં આવી ત્યારે ડૉક્ટરોએ જોયું કે તેને શ્વાસ લેવામાં તકલીફ નથી પડતી અને એ ભાગમાં સોજો કે લોહી પણ નીકળી નથી રહ્યું. સ્ટેબલ કન્ડિશન લાગતાં તરત જ સર્જરી કરીને પેન્સિલ કાઢવાને બદલે ડૉક્ટરોએ સ્કૅન કર્યું એમાં ખબર પડી કે પેન્સિલ ધમનીમાં ફસાઈ ગઈ છે. જો એની જાણ વિના જ પેન્સિલ કાઢવાનો પ્રયત્ન થયો હોત તો લોહીની ધારા વહી જાત અને છોકરીને બચાવવી મુશ્કેલ બની જાત.

આ પણ વાંચોઃ એક મેચ ઐસી ભીઃ તમામ 10 બેટ્સમેન ઝીરો રનમાં થયા આઉટ, રાહુલ ગાંધી સાથે છે કનેક્શન

પરિસ્થિતિ સમજીને ડૉક્ટરોએ સર્જરીને હૅન્ડલ કરી અને એ પિઅર્સ થયેલી ધમનીને પણ રિપેર કરી. સર્જરી સફળ થઈ અને છોકરી બચી ગઈ એને સ્થાનિક ડૉક્ટરોએ ચમત્કાર ગણાવ્યો હતો.

offbeat news hatke news