મધદરિયે સ્ટંટ કરતી વ્હેલને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો, જુઓ વીડિયો

28 August, 2020 05:42 PM IST  |  Newfoundland | Gujarati Mid-day Online Correspondent

મધદરિયે સ્ટંટ કરતી વ્હેલને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો, જુઓ વીડિયો

વીડિયોમાંથી લીધેલો સ્ક્રિનશૉટ

ગત રવિવારે કૅનેડામાં એક પિતા અને દીકરી હમ્પબેક વ્હેલનો શો જોવા ગયા હતા. જે જોઈએ તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મધદરિયે સ્ટંટ કરતી વ્હેલનો વીડિયો સોશ્યલ મીડિયા પર બહુ વાયરલ થયો છે. આ વીડિયો જોનારા સહુ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

સીબીસી ન્યુઝના અહેવાલ પ્રમાણે, રસેલ અને તેમની 10 વર્ષિય દિકરી સારા ન્યૂફાઉંડલેંન્ડમાં કોન્સેપ્ટ બેમાં ફિશિંગ કરી રહ્યા હતા. જ્યારે તેમણે ફિશિંગ કરતી વખતે અચાનક પોતાની બોટની નજીક કંઈક તરતુ જોયું. ધ્યાનથી જોયું તો ખબર પડી કે, તે હમ્પબેક વ્હેલ હતી. રસેલે કહ્યુ હતું કે, વ્હેલ પોતાના વર્તનમાં કંઈક બદલાવ કરવાનો પ્રયાસ કરી રહી હતી. સોશ્યલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, વ્હેલ હવામાં ઉછળી રહી છે. હવામાં જ ધૂમી રહી છે. જુદા જુદા સ્ટંટ કરી રહી છે. જે જોઈને કોઈનું પણ મન ખુશ થઈ જાય. બે દિવસ પહેલાં જ પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોને હજારો રિટ્વીટ અને બે મિલિયન કરતા વધુ વ્યૂઝ મળ્યાં છે.

ઈન્ટવ્યૂમાં રસેલે કહ્યું હતું કે, હોડીની આસપાસ વ્હેલ ફરે એ સામાન્ય વાત નથી. સામાન્ય રીતે વ્હેલ આમતેમ ફરતી રહેતી હોય છે. વ્હેલ જ્યારે અમારી બોટની નજીક આવી ત્યારે અમને એમ થયું હતું કે તે અમને નુકસાન પહોંચાડશે. પણ એવું કંઈ જ નહોતું થયું. તેઓ અમારી હોડીની નીચે એકદમ આરામથી તરી રહ્યાં હતાં. બસ, ત્યારે મેં કૅમેરો કાઢીને શૂટિંગ શરૂ કરી દીધું હતું.  

international news canada offbeat news offbeat videos viral videos