૭ વર્ષની કન્યા ઊંચકે છે ૮૦ કિલો વજન

11 December, 2020 08:49 AM IST  |  Canada | Gujarati Mid-day Correspondent

૭ વર્ષની કન્યા ઊંચકે છે ૮૦ કિલો વજન

રોરી વાન

કૅનેડાની નાનકડી જિમ્નૅસ્ટ રોરી વાન છોટા પૅકેટ બડા ધમાકા જેવી છે. તે  દર અઠવાડિયે નવ કલાક જિમ્નૅસ્ટિક્સની ટ્રેઇનિંગ લે છે અને એમાં ચાર કલાક ફક્ત વેઇટ લિફ્ટિંગ કરે છે. એ બાળકી પુખ્ત વયના જિમ્નૅસ્ટ્સની હરોળમાં આવે એવું વેઇટ લિફ્ટિંગ કરી રહી છે. વેઇટ લિફ્ટિંગમાં ડેડ-લિફ્ટિંગ નામે સૌથી વધુ ક્ષમતાની કૅટેગરી છે. એ ડેડ-લિફ્ટિંગની કૅટેગરીમાં ૭૦ કિલોથી વધારે વજન ઊંચકવાની ક્ષમતા નોંધપાત્ર ગણાય છે, પરંતુ આ સાત વર્ષની બાળકી ૮૦ કિલો સુધી ડેડ-લિફ્ટિંગ કરી શકે છે. સ્નેચ ૩૨ કિલો અને જર્ક ૪૨ કિલો વેઇટ લિફ્ટિંગની તેની ક્ષમતા છે. 

જસ્ટ ચાર ફુટની ઊંચાઈ ધરાવતી રોરી વાને બે વર્ષ પહેલાં તેના પાંચમા જન્મદિવસે વેઇટ લિફ્ટિંગની ટ્રેઇનિંગ શરૂ કરી હતી. અમેરિકા અને કૅનેડાની અનેક વેઇટ લિફ્ટિંગ ચૅમ્પિયનશિપ્સમાં તે પાર્ટિસિપેટ કરી ચૂકી છે. રોરી વાન ૩૦ કિલો વેઇટ ક્લાસમાં અન્ડર ૧૧ અને અન્ડર ૧૩ યુથ ચૅમ્પિયનશિપ્સમાં વિજેતા થઈ છે. એ અમેરિકાના અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરની યુથ નૅશનલ ચૅમ્પિયન છે.

offbeat news international news canada