સ્માર્ટફોન વિના ૧ વર્ષ રહેવાની ચૅલેન્જ જીતી જશે આ બહેન?

08 October, 2019 09:38 AM IST  |  મુંબઈ ડેસ્ક

સ્માર્ટફોન વિના ૧ વર્ષ રહેવાની ચૅલેન્જ જીતી જશે આ બહેન?

સ્માર્ટફોન વિના રહી શકાય 1 વર્ષ?

આપણા માટે સ્માર્ટફોન એ જીવનજરૂરિયાતની અત્યંત પ્રાથમિક ચીજ બની ગઈ છે. ફોન એ હવે માત્ર કૉલ કરવા-રિસીવ કરવાનું માધ્યમ માત્ર નથી. એનાથી તમે સોશ્યલ મીડિયામાં સક્રિય રહી શકો છો અને વૉટ્સઍપ જેવી ફ્રી મેસેજિંગ સર્વિસ દ્વારા મિત્રો અને પરિવારજનોના સંપર્કમાં રહી શકો છો. લેટેસ્ટ ફોન માટે લાખો રૂપિયા ખર્ચી નાખનારી આજની જનરેશનને કોઈ કહે કે જો તમે થોડાક દિવસ એના વિના જીવશો તો ડબલ જૅકપૉટ મળશે. તો પણ સ્માર્ટફોન વિના ચાલી શકતું નથી. જોકે એક ડ્રિન્ક બનાવતી કંપનીએ સ્ક્રોલ ફ્રી ફૉર અ યર નામની ચૅલેન્જનું આયોજન કર્યું હતું. વિટામિનવૉટર નામની કંપનીએ પડકાર આપ્યો હતો કે જે વ્યક્તિ એક વર્ષ સુધી સ્માર્ટફોન વિના રહેશે તેને ૭૧ લાખ રૂપિયા મળશે. અકલ્પનીય લાગતી આ ચૅલેન્જમાં પૈસા કમાવા માટે લગભગ એક લાખ લોકોએ નામ નોંધાવ્યા હતા. જોકે એમાંથી ૨૯ વર્ષની ઇલાનાને પસંદ કરવામાં આવી હતી. તેણે એક વર્ષ માટે સ્માર્ટફોન વિના રહેવાનું હતું. ચૅલેન્જના ભાગરૂપે તેનો આઇફોન ફાઇવ લઈ લેવામાં આવ્યો અને તેને એક ફ્લિપ મોબાઇલ આપવામાં આવ્યો જેનાથી માત્ર કૉલ અને મેસેજ જ થઈ શકે છે. ઇલાનાએ આ ચૅલેન્જના દસ મહિના ઑલરેડી પાર કરી લીધા છે. આ ડિસેમ્બર મહિનામાં તેની ચૅલેન્જનું એક વર્ષ પૂરું થશે અને જો આ બે મહિના દરમ્યાન પણ તે કન્ટ્રોલ રાખી શકી તો તે ૭૧ લાખ રૂપિયાના ઇનામની દાવેદાર બનશે. જોકે ઇનામની રકમ તેને ૨૦૨૦માં બનશે. તેણે આખા વર્ષ દરમ્યાન ખરેખર સ્માર્ટફોન વાપર્યો જ નથી એ પુરવાર કરવા માટે તેની લાઇ-ડિટેક્ટર ટેસ્ટ પણ લેવામાં આવશે.

offbeat news