કારની સ્પીડ રથ કે બગીના ઘોડાની માફક લગામથી કન્ટ્રોલ કરી શકાય ખરી?

08 February, 2021 09:40 AM IST  |  Kenya | Gujarati Mid-day Correspondent

કારની સ્પીડ રથ કે બગીના ઘોડાની માફક લગામથી કન્ટ્રોલ કરી શકાય ખરી?

ભારતના લોકો કેવા અવનવા ઉપાયોથી પોતાનાં કામ પાર પાડે કે આગળ વધારે છે એ વારંવાર અચરજનો વિષય બન્યો છે. જોકે ‘જુગાડ’ કે અવનવા કીમિયા લડાવવાની ઘટનાઓ અન્ય દેશોમાં પણ જોવા મળે છે. બે જણ કારની આગળના ભાગમાં દોરડા બાંધીને વાહનની સ્પીડ કન્ટ્રોલ કરતા હોવાનો વિડિયો મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર કંપનીના સીઈઓ આનંદ મહિન્દ્રએ તેમના ટ્વિટર-પેજ પર પોસ્ટ કર્યો છે. એ વિડિયોને ‘જુગાડ’ ટાઇટલ આપ્યું છે. કૅપ્શનમાં આનંદ મહિન્દ્રએ લખ્યું છે કે ‘જુગાડ ફક્ત ભારતીયોનો ઇજારો છે એવું તમે વિચારતા હશો, પરંતુ આપણે આપણી કારના એન્જિનની શક્તિનો હૉર્સ પાવર તરીકે ઉલ્લેખ કરવાનું કારણ એ જ છે કે આપણા રથ અને બગીઓ ઘોડાની શક્તિ પર જ દોડતાં રહ્યાં છે.’

આનંદ મહિન્દ્રની એ પોસ્ટના ૯૨,૧૦૦ વ્યુઝ, ૪૦૩ રીટ્વીટ્સ અને ૩૯૪૧ લાઇક્સ નોંધાયાં છે. સ્પીડ કન્ટ્રોલ માટે દોરડાનો ઉપયોગ જોઈ-જાણીને નેટિઝન્સ વારંવાર એ વિડિયો જુએ છે અને શૅર-રીટ્વીટ પણ કરે છે.

offbeat news international news