જસ્ટ ટૂથપિક પર પાણી ભરેલી બૉટલ લટકી શકે ખરી?

06 July, 2020 09:12 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondence

જસ્ટ ટૂથપિક પર પાણી ભરેલી બૉટલ લટકી શકે ખરી?

ટુથપિક પર લટકી પાણી ભરેલી બોટલ

એક માણસ ત્રણ ટૂથપિક્સ અને દોરડાના નાના ટુકડા પર પાણી ભરેલી બૉટલ લટકાવી રાખતો હોય એવો વિડિયો સોશ્યલ મીડિયા પર ખ્યાતિ પામ્યો છે. ટૂથપિકને ફૂંક મારો તોય ઊડી જાય એમ હોય ત્યારે એનામાં પાણી ભરેલી બૉટલનું વજન ખમવાની ક્ષમતા કેવી રીતે આવતી હશે? આ માટે ફિઝિક્સના કેટલાક સિદ્ધાંતોને કામે લગાડાયા છે. વિડિયોમાં એની મજાની સમજણ પણ આપવામાં આવી છે. એક ટૂથપિક ફરતે દોરી વીંટાળીને એના પર પાણીની બૉટલ લટકાવવામાં આવે છે. એ વખતે ટૂથપિક ઊછળી ન પડે એ માટે એના બીજા છેડે વજન મૂકવામાં આવ્યું છે. એ પછી દોરીને ત્રિકોણની જેમ ખેંચીને એની વચ્ચે ઊંધો અંગ્રેજીમાં ‘ટી’ શેપ બનાવવામાં આવ્યો છે. એનાથી દોરી તંગ થાય છે. વિડિયો બનાવનાર એ પછી પહેલી ટૂથપિકની પાછળ મૂકેલું વજન કાઢી નાખે છે અને છતાં એ પાણીની બૉટલનું વજન આરામથી ઉપાડી લે છે.
સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર એ વિડિયોના ૩૬ લાખ વ્યુઝ નોંધાયા છે. વિડિયોમાં એ પ્રયોગનું વર્ણન કરનારે પણ લોકોનો રસ જાળવ્યો છે. ટૂથપિક્સ વડે ફરતે દોરડું બાંધીને પાણીની બૉટલને લડકાવવાની કમાલ જોઈને લાખ્ખો લોકો આશ્ચર્ય પામ્યા છે. વર્ણનકાર એ બાબતને ભૌતિકશાસ્ત્રના સર્વસાધારણ નિયમ મુજબની ઘટના કહે છે.

international news offbeat news