Viral Video: લો બોલો, ઉંટે બાઇક ચાલકને શીખવ્યું કેવી રીતે કરાય ડ્રાઇવ

10 November, 2020 07:27 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Viral Video: લો બોલો, ઉંટે બાઇક ચાલકને શીખવ્યું કેવી રીતે કરાય ડ્રાઇવ

Viral Video: લો બોલો, ઉંટે બાઇક ચાલકને શીખવ્યું કેવી રીતે કરાય ડ્રાઇવ

સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો (Video) ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઇને તમે પણ પેટ પકડીને હસવા માંડશો. આ વીડિયોમાં ઉંટે જે રીતે વ્યક્તિને રોડના નિયમોનું પાલન કેવી રીતે કરવું તે શીખવ્યું છે તે ખરેખર વખાણવાયોગ્ય છે. વીડિયો જોઇને તમને દિવંગત રાજ કપૂરની યાદ આવી જશે. જ્યારે તેમણે મેરા નામ જોકર ફિલ્મનું એક ગીત ગાયું છે. જ્યારે ગીતને દિવંગત ગાયક મન્નાડેએ ગાયું હતું, આ ગીતનું મુખડું કંઇક આ રીતે છે.

એ ભાઇ, જરા દેખ કે ચલો
આગે હી નહીં, પીછે ભી
દાયેં હી નહીં, બાયેં ભી
ઉપર હી નહીં, નીચે ભી
એ ભાઇ

આ વીડિયોમાં ઉંટ પણ આ અંદાજમાં બાઇકચાલકને ટ્રાફિક અને રોડ પરના નિયમો શીખવે છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે બે વ્યક્તિઓ ઉંટના ટોળાંને એકસાથે ક્યાંક લઈને જઈ રહ્યા છે. વીડિયો જોઇને એવું લાગે છે કે કદાચ ઉંટોનો આ વૉકિંગ ટાઇમ છે. ઉંટ પણ મસ્ત રીતે મૉર્નિંગ વૉકનો આનંદ માણી રહ્યા છે. ત્યારે જ એકાએક એક બાઇકચાલક ઉંટની ડાબી તરફથી ઓવરટેક કરીને આગળ નીકળવાનો પ્રયત્ન કરે છે. ઉંટને આ ગમતું નથી અને ઉંટનું આ કામ જોઇને તમે પણ પેટ પકડીને હસવા માંડશો એટલું જ નહીં આ વીડિયો કેટલીય વાર ફરી ફરીને જોશો.

વીડિયોમાં જોઇ શકાય છે કે ઉંટને ઓવરટેક કરીને તેની આગળ કોઇ નીકળી જાય તે તેને ગમતું નથી અને એટલે જ ઉંટ પોતાના પાછળના પગથી બાઇકને એક જબરજસ્ત લાત મારે છે. આથી બાઇક ચાલકનું સંતુલન બગડી જાય છે. જો કે, તેને કોઇ ઇજા થતી નથી. પણ ઉંટની કિક લાગવાથી તેને સમજાઇ જાય છે કે દુર્ઘટના સે દેર ભલી હે. અકસ્માત થાય તેના કરતાં તો બે ઘડી મોડાં પહોંચવું ઘણું સારું છે. ટ્રાફિક નિયમોનું પાલન કરો અને ક્યારેય ઓવરટેકિંગ કરવાનો પ્રયત્ન ન કરવો.

આ વીડિયો ભારતીય વન સેવા અધિકારી સુશાંત નંદાએ કર્યો શૅર
આ વીડિયો ભારતીય વન સેવાના અધિકારી સુશાંત નંદાએ સોશિયલ મીડિયા પર પોતાના ટ્વિટર અકાઉન્ટ પરથી શૅર કર્યો છે. આ વીડિયો સમાચાર લખાયા સુધીમાં તો 16 હજારથી વધારે વાર જોવાઇ ચૂક્યો છે. જ્યારે કેટલાક લોકોએ કોમેન્ટ્સ પણ કરી છે, જેમાં તેમણે ઉંટના ખૂબ જ વખાણ કર્યા છે.

national news offbeat news