કેલિફોર્નિયાઃખરીદો પહાડની કિનારીએ લટકતું ઘર, કિંમત છે માત્ર આટલી!

02 April, 2019 10:00 AM IST  | 

કેલિફોર્નિયાઃખરીદો પહાડની કિનારીએ લટકતું ઘર, કિંમત છે માત્ર આટલી!

અહીં રહેવું છે?

૭ ભૂકંપ પછી પણ અડીખમ પહાડની કિનારીએ લટકતું ઘર વેચાવા નીકળ્યું છે ૧૦ કરોડ રૂપિયામાં કૅલિફૉર્નિયામાં સૅન ફર્નાન્ડો વૅલીમાં એક ૧૭ ઘરોનું ઝૂમખું છે જે એના વિચિત્ર લોકેશન માટે બહુ જ જાણીતું છે. મૉડર્ન આર્કિટેક્ટ રિચર્ડ ન્યુટ્રાએ ૧૯૬૬માં આ ઘરો ડિઝાઇન કયાર઼્ હતાં. આ ઘરો પહાડની ટોચ પર બનાવવામાં આવ્યાં છે અને એ ઘરોનો અડધોઅડધ ભાગ પહાડની બહાર ખીણની ઉપર ઝૂલતો હોય એવો છે.

અલબત્ત, પહાડ સાથે એને મજબૂતાઈ આપવા માટે જરૂરી સપોર્ટ નીચેથી લેવામાં આવ્યો છે. પહેલી નજરે આ ઘરોનું લોકેશન જોતાં જ આ ઘરો કેટલું ટકશે એવો સવાલ થાય એમ છે, પરંતુ કૅલિફૉર્નિયામાં આ ઘરો બન્યાં પછી સાત વાર ભૂકંપ આવી ગયા છે, પણ આ ૧૭માંથી એકેય ઘરનો વાળ પણ વાંકો નથી થયો.

આ પણ વાંચોઃ આને કહેવાય ભાઈબંધી : ૧૨ વર્ષનો છોકરો ૬ વર્ષથી રોજ તેના દોસ્તને ખભે ઊંચકીને સ્કૂલે લઈ જાય છે

તાજેતરમાં આ ઝૂમખામાંથી એક ઘર વેચાવા નીકળ્યું છે. વૅલી તરફની આખી દીવાલ કાચની હોવાથી ઘરમાં બેઠા જે અદ્ભુત વ્યુ જોવા મળે છે એની કિંમત બહુ ઊંચી છે. ૧૮૦૦ સ્ક્વેર ફુટનું મૉડર્ન સ્ટાઇલમાં ડિઝાઇન કરેલું આ ઘર ૧.૫ મિલ્યન ડૉલર એટલે કે ૧૦ કરોડ રૂપિયાથી વધુમાં વેચાવા નીકળ્યું છે.

offbeat news hatke news