ફરિયાદ પર કાર્યવાહીને બદલે કેલિફૉર્નિયા પોલીસે કર્યા ભાંગડા, વીડિયો વાયરલ

09 May, 2022 06:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કેનેડા, બ્રિટેનમાં તો પંજાબીઓએ પોતાની વસ્તી વસાવી છે. જ્યાં પણ સરદાર પહોંચે છે, મોજ મસ્તીનો માહોલ બનવો સામાન્ય બાબત છે. સરદારોની ખાસિયત છે જે પણ કામ કરે તે દિલ દઈને કરવું.

પ્રતીકાત્મક તસવીર

પંજાબીઓનું ખાવું અને ગાવું જગજાણીતું છે. સરદાર જ્યારે ભાંગડા કરે છે તો સારા-સારા પણ ઉછળી પડે છે. કેનેડા, બ્રિટેનમાં તો પંજાબીઓએ પોતાની વસ્તી વસાવી છે. જ્યાં પણ સરદાર પહોંચે છે, મોજ મસ્તીનો માહોલ બનવો સામાન્ય બાબત છે. સરદારોની ખાસિયત છે જે પણ કામ કરે તે દિલ દઈને કરવું. પણ સરદાર વિદેશી પોલીસને પણ નચાવી શકે છે, આ વાત થોડીક વધારે પડતી લાગે છે, પણ આવું ખરેખર બન્યું છે.

પ્રી-વેડિંગ ફંકશનમાં પહોંચી પોલીસ
કેલિફૉર્નિયામાં રહેતા એક પંજાબી પરિવારે ગયા મહિને એક પ્રી-વેડિંગ ફંકશનનું આયોજન કર્યું હતું. જેમાં શેરિફ વિભાગના બે ડેપ્યુટી (deputies of the Sheriff department)એ તેમના દરવાજે દસ્તક દીધી. લગ્નવાળા ઘરમાં પોલીસને જોઈને પરિવારજનો ગભરાઈ ગયા, ત્યારે બાદ જ્યારે પોલીસે કહ્યું કે પાડોશીઓએ તેમની ફરિયાદ કરી છે, ત્યારે તે સાવ ડઘાઈ ગયા. પોલીસે મનપ્રીત તૂર (Manpreet Toor)ના પરિવારજનોને જણાવ્યું કે ઘરમાંથી ખૂબ જ અવાજ આવવાની ફરિયાદ છે. પોલીસે આટલું કહ્યું કે ઘરવાળા ચિંતિત થઈ ગયા. જો કે, તેમનો ડર ત્યારે દૂર થયો, જ્યારે પોલીસે તેમની સામે સામાન્ય વર્તન કર્યું.

મ્યૂઝિક કાર્યક્રમે બનાવ્યો માહોલ
ABC10 પ્રમાણે, આ ઘટના 13 એપ્રિલના ટ્રેસી શહેરમાં થઈ હતી. તૂરના ભાઈ મૈંડિવરની મંગેતર રમન સાથે તેના લગ્નનો જલસો ચાલતો હતો. જેમ જેમ રાત પડતી ગઈ, ડાન્સ ફ્લોર પર જજૂમનારાની સંખ્યા વધતી ગઈ. આ દરમિયાન રાત ઊંડી થવાને કારણે અવાજની તીવ્રતા વધારે વધતી ગઈ. મનપ્રીત તૂરે એબીસી 10ને જણાવ્યું, "અમે ફક્ત ગીત ગાઈ રહ્યા હતા, થોડાક લોકો તેના પર નાચી રહ્યા હતા. અમે લગ્નના માહોલથી ખુશ હતા. અમે માત્ર એટલા માટે પાર્ટી કરી કારણકે અમે ખૂબ જ ઉત્સાહિત હતા. અહીં મ્યૂઝિક કાર્યક્રમ ખૂબ જ જબરજસ્ત રહ્યો."

સરદારોએ મૂકી આ શરત
લગ્નમાં કામ કરતા કાંડા પ્રૉડક્શન્સે એક સ્થાનિક સમાચાર ચેનલને જણાવ્યું કે પાર્ટી રાતે 10 વાગ્યા પછી પણ ચાલતી રહી. ત્યારે પાડોશીઓમાંથી એકે પોલીસને ફરિયાદ કરી, આ દરમિયાન સરદારોએ પોલીસ સામે એક અનોખી શરત મૂકી, પંજાબીઓએ પોલીસને કહ્યું કે અમે સાઉંડ ધીમો વગાડશું પણ આ પહેલા તમારે અમારી સાથે ડાન્સ કરવો પડશે. પોલીસ પણ આ શરતે ખુશ થઈ. ત્યાર પછી તે બન્ને પોલીસ અધિકારીઓએ પંજાબી સૉન્ગ પર જબરજસ્ત ભાંગડા કર્યા. કાંડા પ્રૉડક્શન્સે તેમના ડાન્સનો એક વીડિયો ઇન્સ્ટ્ગ્રામ પર પોસ્ટ કર્યો, જેને 33000થી વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે.

international news offbeat news california