રીંછનાં બચ્ચાંઓ બારીમાંથી ઘરમાં ઘૂસ્યાં, ફ્રિજ ખોલીને ખાવા લાગ્યાં

17 February, 2019 09:11 AM IST  |  કેલિફોર્નિયા

રીંછનાં બચ્ચાંઓ બારીમાંથી ઘરમાં ઘૂસ્યાં, ફ્રિજ ખોલીને ખાવા લાગ્યાં

ફ્રિજ ખોલીને ખાઈ રહ્યું છે રીંછ

અમેરિકાના કૅલિફૉર્નિયામાં એક ઍનિમલ કન્ઝર્વેશન સેન્ટરની નજીકમાં રહેતા બ્રાયન કેન્ગોટ્સ નામના ભાઈ એક વાર ઘરની બારી બંધ કરવાનું ભૂલી ગયેલા. એનો લાભ લઈને રીંછનાં બે બચ્ચાં ઘરમાં ઘૂસી આવ્યાં હતાં. એક બચ્ચું ઘરમાં આમતેમ આંટા મારવા લાગ્યું અને બીજાએ ફ્રિજ ખોલીને સફાચટ કરવાનું શરૂ કર્યું. ઘરમાં ગોઠવેલા સર્વેલન્સ કૅમેરાથી માલિકને ખબર પડી જતાં તેણે એ રૂમની લાઇટ કરી અને બન્ને રીંછ એ જ બારીમાંથી બહાર ભાગી પણ ગયાં. બ્રાયનનું કહેવું છે કે આ રીંછ હવે પેધાં પડી ગયાં છે. તેઓ રાતના સમયે અવારનવાર બારી-બારણાં ખોલવાનો પ્રયાસ કરે છે, પણ હવે માલિક બધું જ બરાબર બંધ કરીને સૂઈ જાય છે.

આ પણ વાંચોઃ બીચ પર બિકિનીમાં ફોટોશૂટ કરી રહેલી મહિલાને ભૂંડે આવીને બચકું ભરી લીધું

offbeat news hatke news