બુલેટની હેડલાઇટ પર ભેંસનાં શિંગડાં લગાવ્યાં, પણ ટ્રાફિક પોલીસે પકડીને દંડ કર્યો

21 June, 2026 12:52 PM IST  |  Punjab | Gujarati Mid-day Correspondent

જોકે આવી બાઇક લઈને જો માલિક ફરીથી બહાર નીકળશે તો તેની બાઇક કાયમ કાટે જપ્ત કરી લેવામાં આવશે એવું તેને કહેવામાં આવ્યું છે.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

પંજાબના હોશિયારપુરમાં એક યુવકે પોતાની બુલેટની હેડલાઇટને ભેંસનાં શિંગડાં જેવા આકારમાં ડિઝાઇનર લુક આપ્યો હતો. આ અનોખા મૉડિફિકેશન માટે તેની બુલેટ સ્થાનિકોમાં જબરી વાઇરલ થઈ ગઈ હતી. જોકે જ્યારે સોશ્યલ મીડિયામાં આ વિડિયો વાઇરલ થયો અને પોલીસ પાસે પહોંચી ગયો ત્યારે મુશ્કેલી ઊભી થઈ. બાઇક પર આવું મૉડિફિકેશન કરાવવું ગેરકાનૂની હોવાથી ટ્રાફિક પોલીસે આ બુલેટ જપ્ત કરી લીધી અને ચલાન કાપીને પાછી આપવામાં આવી. જોકે આવી બાઇક લઈને જો માલિક ફરીથી બહાર નીકળશે તો તેની બાઇક કાયમ કાટે જપ્ત કરી લેવામાં આવશે એવું તેને કહેવામાં આવ્યું છે.

ખોટાં કામોમાં વળી ગયેલા યુવાનોએ સ્માર્ટફોન તોડીને ગુનો અને નશો છોડવાની કસમ ખાધી

હરિયાણાના નૂહ જિલ્લામાં કેટલાક જુવાનોએ ગામના ચોકમાં વડીલો અને ગ્રામજનોની હાજરીમાં પોતાના સ્માર્ટફોન તોડીને ક્રાઇમ અને નશાની દુનિયાને કાયમ માટે અલવિદા કહેવાની કસમ ખાધી હતી. લગભગ પંચાવન યુવાનોએ પોતાના ફોનને તોડી નાખ્યા હતા. ગામવાળાઓએ યુવાનોને કમ્યુનિટીનો સપોર્ટ આપીને રીહૅબિલિટેશન કરાવવા માટે ખાસ આ કાર્યક્રમ યોજ્યો હતો. આ યુવાનોનું કહેવું હતું કે સ્માર્ટફોનનો ઉપયોગ તેમણે ગેરકાનૂની કામો કરવા માટે કર્યો હતો. એને તોડીને તેમણે પ્રતીકાત્મક રીતે ખોટાં કામો છોડીને સાચા રસ્તે જીવવાના સોગંદ લીધા છે.

offbeat news punjab india national news viral videos