નાના હતા ત્યારે જે પાણીની ટાંકી પાસે રમતા એને જ બનાવ્યું શાનદાર મકાન

11 January, 2021 08:32 AM IST  |  Netherlands | Gujarati Mid-day Correspondent

નાના હતા ત્યારે જે પાણીની ટાંકી પાસે રમતા એને જ બનાવ્યું શાનદાર મકાન

જુની પાણીની ટાંકી (ડાબે), નવું બનાવેલું મકાન

નેધરલૅન્ડ્સના નિયુ લેકરલૅન્ડ શહેરના રહેવાસી ભાઈઓને પાણીની ટાંકીના જૂના ટાવરની જગ્યા પર સુંદર અને આકર્ષક ઘર બાંધવા બદલ અવૉર્ડથી નવાજવામાં આવ્યા હતા.

સ્વેન લે જૉન્ગ અને લેનાર્ટ લે જૉન્ગ નામના બે પિતરાઈ ભાઈઓ નાનપણમાં જે ઘરમાં રહેતા હતા એ ઘરની બાજુમાં પાણીની ટાંકીનો ટાવર હતો. ૨૦૧૧માંતેમણેજાણ્યું કે એ જગ્યાની હરાજી થવાની છે.

હરાજીમાં ૨,૦૦,૦૦૦ યુરો (અંદાજે ૧.૭૯ કરોડ રૂપિયા)ની કિંમત ચૂકવીને તેમણે એ વૉટર ટાવરની જગ્યા જૂના બાંધકામ સહિત ખરીદી લીધી. એ બાંધકામ ૧૯૧૫થી ત્યજી દેવાયેલું-અવાવરું હતું. એ જગ્યા ખરીદી ત્યારે બન્ને પરણેલા નહોતા, પરંતુ તેમણે તેમનાં સંતાનોને એ જ ઠેકાણે (બન્નેનો ઉછેર જ્યાં થયો હતો એ ઠેકાણે) ઉછેરવાનો નિર્ણય લીધો હતો. લગ્ન માટે પસંદ કરેલી કન્યાઓ સાથે સગાઈ થઈ ત્યારે પણ તેમણે ભવિષ્યમાં આવનારાં સંતાનોને એ જ ઠેકાણે બાંધેલા મકાનમાં ઉછેરવાનો ઇરાદો તેમને જણાવ્યો હતો. જોકે એ જગ્યામાં સુધારા અને સમારકામની શરૂઆત તાત્કાલિક કરી નહોતી. લેનાર્ટની પત્ની એરિયન ગર્ભવતી થતાં જ બન્નેએ ‘નવા ઘર’માં શિફ્ટ થવાનું નક્કી કર્યું હતું. જોકે ડ્યુ ડેટના બે અઠવાડિયાં પહેલાં બન્ને ‘ઓલ્ડ વૉટર ટાવર’માં રહેવા માટે ગયાંb ત્યારે તેનાપહોળાં પગથિયાંઅને એરિયનની સ્થિતિજોતાં ત્રણ માળ ચડવા મુશ્કેલ હતા. એરિયનને ચેરી પિકરની નિસરણી વડે ત્રીજા માળે પહોંચાડવામાં આવી હતી. ત્યાર પછી બીજા દિવસે એરિયનની કૂખે દીકરીનો જન્મ થયો હતો.

મકાનનો અંદરનો નજારો

એ દિવસ પછી તબક્કાવાર રીતે મકાનમાં સુધારા કરવામાં આવ્યા છે. બાંધકામ મજબૂત બનાવવા તેમ જ રૂરલ- નૅચરલ ઇનન્ટીરિયર્સ સહિત અનેક સુધારા કરવામાં આવ્યા. ઇન્ટીરિયર ઉપરાંતમકાનનો આઉટલુક પણ બદલાયો. ફર્શ, છત અને બારીઓનાં રૂપરંગ નવાં બન્યાં. મકાનની ઉપરની ખાલી પાણીની ટાંકીમાં પરિવર્તન કેવું કરવું એની વિચારણા ચાલે છે. ટેરેસમાં ફેરફારનું પ્લાનિંગ બાકી છે છતાં એને સક્સેસફુલ રીડેવલપમેન્ટનો અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે. તેની ડિઝાઇન આર. વી. આર્કિટેક્ચરના રૂડ વિસેર અને ફુમી હુશીનોએ બનાવી છે.

offbeat news international news netherlands