કૅન્સરમાં મૃત્યુ પામેલી બહેન આકાશમાંથી જોઈ શકે એ માટે ભાઈએ ૭૦ ફુટ ઊંચું ક્રિસમસ ટ્રી બનાવ્યું

29 December, 2024 04:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વરલીના આદર્શનગરમાં ૭૦ ફુટનું ક્રિસમસ ટ્રી બનાવવામાં આવ્યું છે. આ ટ્રી બનાવનારા ડગલસ સલદાનાનો દાવો છે કે આ વર્લ્ડનું સૌથી ઊંચું ક્રિસમસ ટ્રી છે.

વર્લ્ડનું સૌથી ઊંચું ક્રિસમસ ટ્રી

વરલીના આદર્શનગરમાં ૭૦ ફુટનું ક્રિસમસ ટ્રી બનાવવામાં આવ્યું છે. આ ટ્રી બનાવનારા ડગલસ સલદાનાનો દાવો છે કે આ વર્લ્ડનું સૌથી ઊંચું ક્રિસમસ ટ્રી છે. આવું ઊંચું ક્રિસમસ ટ્રી બનાવવાનું કારણ આપતાં ડગલસ સલદાનાએ કહ્યું હતું કે ‘૨૦૦૫માં મારી બહેન ટ્વીલાનું કૅન્સરને લીધે મૃત્યુ થયું હતું. તેની અંતિમ ઇચ્છા હતી કે હું અમારા ઘરના આંગણે ડેકોરેટ કરેલું ક્રિસમસ ટ્રી બનાવું જેથી તે આકાશમાંથી અમારું ઘર જોઈ શકે. તેની એ ઇચ્છા પૂરી કરવા માટે દર વર્ષે હું આ રીતે ક્રિસમસ ટ્રી ડેકોરેટ કરું છું.’

worli christmas festivals cancer news mumbai news mumbai offbeat news