બ્રિટિશ કંપની બનાવે છે વિશ્વનો સૌથી મોટો પ્રોટીન બાર

24 January, 2021 09:29 AM IST  |  Britain | Gujarati Mid-day Correspondent

બ્રિટિશ કંપની બનાવે છે વિશ્વનો સૌથી મોટો પ્રોટીન બાર

ઇંગ્લૅન્ડના સોલીહુલમાં એક બ્રૅન્ડ ગ્રેનેડે તેના કાર્બ કિલા ચૉકલેટ ચિપ કુકી આટા પ્રોટીન બારના ૫૨૬ પાઉન્ડ અને ૯ ઔંસ વજનના જાયન્ટ વર્ઝનને અનાવરિત કર્યું હતું. આ જાયન્ટ બાર ૩૭૧૬ જેટલા સામાન્ય પ્રોટીન બારના કદ જેટલું છે એટલે કે પાંચ ફુટ અને ૧૦.૯ ઇંચ લાંબું અને બે ફુટ પહોળું છે. ગિનેસે જણાવ્યા અનુસાર આ જાયન્ટ પ્રોટીન બાર કાર્બ કિલા પ્રોડક્ટનાં પાંચ વર્ષ પૂર્ણ થયાં એની ખુશીમાં તૈયાર કરવામાં આવ્યા છે, જેણે વિશ્વના સૌથી મોટા પ્રોટીન બારનો એક નવો રેકૉર્ડ બનાવ્યો છે.

offbeat news international news great britain guinness book of world records