બ્રિટિશ આર્કિટેક્ટ કૅનેડામાં વૃક્ષાકાર સ્કાયસ્ક્રૅપર્સ બાંધવા ઉત્સુક

28 January, 2021 08:53 AM IST  |  Mumbai | Mumbai correspondent

બ્રિટિશ આર્કિટેક્ટ કૅનેડામાં વૃક્ષાકાર સ્કાયસ્ક્રૅપર્સ બાંધવા ઉત્સુક

બ્રિટિશ આર્કિટેક્ટ કૅનેડાના વૅનકુવરમાં વૃક્ષાકાર સ્કાયસ્ક્રૅપર્સ બાંધવા માટે ઉત્સુક

ન્યુ યૉર્કમાં આકર્ષક અને ચર્ચાસ્પદ ઇમારતો બાંધનારી બ્રિટિશ આર્કિટેક્ટ કંપનીએ કૅનેડાના વૅનકુવર શહેરમાં વૃક્ષાકાર ગગનચુંબી ઇમારતો બાંધવાની ઉત્સુકતા દાખવી છે. ૩૮૪ ફુટ ઊંચાં બે સ્કાયસ્ક્રૅપર્સ બાંધવાની પરવાનગી હીધરવિક સ્ટુડિયો નામની આર્કિટેક્ટ કંપનીએ માગી છે. એ બે ઇમારતોમાં ૪૦૦ અપાર્ટમેન્ટ્સ, ચાઇલ્ડ કેર ફૅસિલિટી અને પબ્લિક પ્લાઝા જેવી સવલતો રહેશે. વૅનકુવરની આલ્બેની સ્ટ્રીટમાં બંધાનારા બે ટાવર્સમાં એક ૩૪ માળનો અને એક ૩૦ માળનો રહેશે. બ્રિટનની હીધરવિક સ્ટુડિયો કંપનીએ અગાઉ ન્યુ યૉર્કના હડસન યાર્ડ વિસ્તારમાં ૨૦૦ મિલ્યન ડૉલર (અંદાજે ૧૪.૫૬ અબજ રૂપિયા) જેટલી કિંમતે કાકડીના આકારની વળાંકદાર ઇમારત બાંધી હતી. એ ઉપરાંત લંડનમાં કિંગ્સ ક્રૉસ સ્ટેશન પાસેના કૉલ ડ્રૉપ્સ યાર્ડ એટલે કે લાકડાની વખારોની જગ્યા પર અફલાતૂન શૉપિંગ સેન્ટર બાંધ્યું છે. એ કંપની ક્રીએટિવ ડિઝાઇનિંગ માટે મશહૂર છે. હવે તેમને કૅનેડાના વૅનકુવરમાં ઊંચી ઇમારત બાંધવા માટે વૃક્ષમાંથી પ્રેરણા મળી છે. 

international news offbeat news canada