કોઈ કામ કર્યા વગર જ આ યુવકને મળશે 8 લાખ, 30 વર્ષ માટે લાગી લોટરી

07 August, 2019 12:19 PM IST  |  બ્રિટન

કોઈ કામ કર્યા વગર જ આ યુવકને મળશે 8 લાખ, 30 વર્ષ માટે લાગી લોટરી

Image Courteys: Daily Express

જો તમને કામ કર્યા વગર જ લાખો રૂપિયા મળે તો... દરેક વ્યક્તિને અંદર ખાને તો આવી ઈચ્છા હોય જ છે. પરંતુ બ્રિટનમાં એક વ્યક્તિને આવી સાહ્યબી મળવાની છે. એક વ્યક્તિને અનોખી લોટરી લાગી છે. જેમાં તેને હવે કામ કર્યા વગર જ દર મહિને 8 લાખ રૂપિયા મળશે. આ યુવકને 30 વર્ષ સુધી આ લાભ મળશે. આ પ્રકારની લોટરી જીતનાર આ પહેલો વ્યક્તિ છે.

બ્રિટનમાં સરકારનું લાઈસન્સ પ્રાપ્ત 'નેશનલ લૉટરી' તરફથી તાજેતરમાં જ નવી સ્કીમ શરૂ કરવામાં આવી છે. જેને 'લૉટરી ફોર લાઈફ' નામ આપવામાં આવ્યું છે. એમેઝોનમાં કામ કરતા વ્યક્તિ ડીન વીમેસને આ સ્કીમ અંતર્ગત લોટરી લાગી છે.

હવે ડીનને દર મહિને 8.6 લાખ રૂપિયા મળશે. લોટરી જીત્યા બાદ ડીને પોતાની આગામી જિંદગીના પ્લાન્સ બનાવી લીધા છે. તેણે વેકેશન પર જવાનું નક્કી કર્યું છે. સાથે જ લૉટરીના પૈસાથી ઓટિસ્ટિક નામના રોગથી પીડાઈ રહેલા પોતાના ભાઈની મદદ કરવાની પણ વાત કરી છે.

ઉલ્લેખનીય છે કે ડીન 30 જુલાઈએ ઓફિસ જઈ રહ્યા હતા, ત્યારે તેમને આ લોટરી જીતવાના સમાચાર મળ્યા હતા. પરંતુ તેઓ એક દિવસ પહેલા જ આ લોટરી જીતી ચૂક્યા હતા.

બ્રિટનના પીટરબોરોઘ વિસ્તારમાં રહેતા ડીન આયર્લેન્ડમાં વીડિયો અને ફિલ્મ મેકિંગનો અભ્યાસ કરી ચૂક્યા છે. હાલ તેઓ એમેઝોન સાથે કામ કરી રહ્યા હતા, પરંતુ તેમનું કહેવું છે કે હવે તે વધુ ક્રિએટિવ કામ કરવા તરફ ધ્યાન આપશે. ડીન યુનિવર્સિટીના અભ્યાસ દરમિયાન ડોક્યુમેન્ટ્રી બનાવી ચૂક્યા છે. ડીનનું કહેવું છે કે તેમની ડોક્યુમેન્ટ્રી વાઈરલ થઈ હતી. હવે તે નોકરી છોડીને સ્ક્રીન રાઈટર તરીકે કામ કરી શકે છે.

આ પણ વાંચોઃ 2 વર્ષની વાંદરી સરકારી સ્કૂલમાં ભણવા અને મિત્રો સાથે નાસ્તો કરવા આવે છે

ડીનનું કહેવું છે કે હવે હું ફાઈનાન્સિયલ સ્ટેબલ થઈ ચૂક્યો છું, હવે હું મારા સપના પૂરા કરી શકું છું. ડીન હવે સ્કાઈ ડાઈવિંગ અને બલૂન રાઇડિંગ કરવા માટે પ્લાન કરી રહ્યા છે. 

offbeat news hatke news