લો બોલો! 12 વર્ષે ખોવાયેલી વીંટી નાકમાંથી મળી!

04 February, 2019 06:32 PM IST  | 

લો બોલો! 12 વર્ષે ખોવાયેલી વીંટી નાકમાંથી મળી!

પ્રતીકાત્મક તસવીર

તમે ગુજરાતીમાં આ બે કહેવત તો સાંભળી જ હશે ને કે '12 વર્ષે બાવો બોલ્યો' અને 'કેડમાં છોકરું ગામમાં શોધાશોધ'. આ કહેવત સાચી પડી છે બ્રિટનમાં. જી હાં, આમ તો સાવ આવું જ નહીં પણ કંઈક આવું જ. પણ કદાચ આ ઘટના જાણ્યા પછી તમે કહેશો કે 'નાકમાં વીંટીને ગામમાં ગોતાગોત'

હા ભાઈ, આ સવાલ અમને પણ થયો તો કે નાકમાં નથણી હોય, વીંટી ક્યાંથી હોય ? પણ બ્રિટનના અબિગેલ થોમ્પસન બહેનના નાકમાંથી વીંટી હતીં, અને એ પણ 12-12 વર્ષ સુધી.

બાર વર્ષ પેહલા ખોવાઈ ગઈ વીંટી

બ્રિટનના 20 વર્ષના યુવતી અબિગેલ થોમ્પસનબેનની એક વીંટી 12 વર્ષ પહેલા ખોવાઈ ગઈ હતી. 12 વર્ષથી બહેનને પોતાની ખાસ વીંટી ખોવાયાનો અફસોસ હતો. પણ વીંટી જેનું નામ, મળે જ નહીં, મળે જ નહીં. પણ અચાનક એક દિવસ આ બહેનને સંખ્યાબંધ છીંકો આવી. આમ તો આપણે ત્યાં કહેવાય છે કે છીંક આવે તો કામ બગડે, પણ થોમ્પસનબેનનું તો કામ સુધરી ગયું. કારણ કે ઉપરાઉપરી આવતી છીંકો એમની 12 વર્ષ પહેલા ખોવાયેલી વીંટી સાથે લેતી આવી !

આઠમા જન્મદિવસની ભેટ

ડેયલી મેલના રિપોર્ટ પ્રમાણે 2007માં જ્યારે અબિગેલ આઠ વર્ષની થઈ ત્યારે તેની માતાએ તેને ભેટમાં એક સુંદર સોનાની વીંટી આપી. કેટલાક સમય પછી તે ખોવાઈ ગઈ અને મળી જ નહીં. બ્યુટીશિયન તરીકે કાર્યરત થૉમ્પ્સને કહ્યું કે જ્યારે તેને વીંટી ન મળી તો તેને લાગ્યું કે તે વીંટી તેની બહેનપણીએ ચોરી લીધી છે. ત્યાર બાદ હમણાં થોડા સમય પહેલા તેને કોઈ કારણસર તેને વારંવાર છીંકો આવવા લાગી. દરમિયાન વીંટી તેના નાકમાંથી નીકળીને બહાર તેની સામે પડી.

આ પણ વાંચો : ઈન્ડોનેશિયા : 'ફળ' બની ગયું સેલિબ્રિટી, સેલ્ફી લેવા ટોળે વળ્યા લોકો

ખ્યાલ પણ નહોતો

અર્થાત કેટલાય દિવસોથી તે વીંટી અબિગેલના નાકમાં ફસાયેલી હતી. તેને જોઈને અચંબિત થૉમ્પ્સનનું કહેવું છે કે તેણે ક્યારેય વિચારી પણ નહોતી શકતી કે તે વીંટી તેના નાકમાં અટકેલી છે. તેને ક્યારેય કાંઈ અટકેલું હોય તેવો આભાસ પણ ન થયું. ન તો ક્યારેય શ્વાસ લેવામાં પણ કોઈ તકલીફ પડી. જો કે આ વિશે વરિષ્ઠ પ્લાસ્ટિક સર્જનનું કહેવું છે કે આ કોઈ અસામાન્ય બાબત નથી, કેટલીય વાર બાળકો નાકમાં અમુક વસ્તુઓ ફસાવી દેતા હોય છે. જો કે તેનો આભાસ પણ ન થવું અને આટલા વખત સુધી નાકમાં ભરાઈ રહેવું અજીબ તો છે જ. ડૉક્ટરોના કહ્યાનુસાર મોટા થયા પછી નાકનો આકાર વધવાને કારણે વીંટીની પકડ ઢીલી થવા લાગી હશે અને છીંકના દબાણને કારણે તે બહાર આવી ગઈ હશે.

offbeat news great britain