લૉકડાઉનમાં લગ્ન ટળ્યા તો 80 કિમી પગે ચાલીને દુલ્હાને ગામ પહોંચી દુલ્હન

23 May, 2020 04:25 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

લૉકડાઉનમાં લગ્ન ટળ્યા તો 80 કિમી પગે ચાલીને દુલ્હાને ગામ પહોંચી દુલ્હન

ગોલ્ડી-વીરેન્દ્ર

લૉકજાઉનને કારણે વારંવાર લગ્ન ટાળી દેવાથી કંટાળાયેલી દુલ્હન 80 કિલોમીટર પગે ચાલીને દુલ્હાના ગામે પહોંચી ગઈ। પછી બન્ને પરિવારોની સહેમતિથી તેમના લગ્ન મંદિરમા થયા. આ આખી ઘટના કાનપુરની છે.

કોરોના મહામારીને કારણે લૉકડાઉનમાં લગ્ન વારંવાર ટાળી દેવામાં આવતાં હતા. 4 મેના નક્કી કરાયેલા લગ્ન પહેલા લૉકડાઉનને કારણે લંબાવીને 17 મે કરી દેવામાં આવ્યા પણ આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચોથા લૉકડાઉની જાહેરાત કરી દીધી. લગ્ન ફરી એકવાર ટાળવાની વાત થઈ રહી હતી કે દુલ્હને એક મોટો નિર્ણય લઈ લીધો.

કાનપુર દેહાતના મંગળપુરની રહેવાસી 19 વર્ષીય ગોલ્ડી સતત 12 કલાક પગે ચાલીને દુલ્હા વીરેન્દ્ર કુમાર રાઠોડના ગામ કન્નૌજના બૈસપુર પહોંચી ગઈ. દુલ્હાના પરિવારજન એકાએક દુલ્હનને જોઇને ચોંકી ઉઠ્યા. તેમ છતાં તેમણે દુલ્હનનું સ્વાગત કર્યું અને તેના પરિવારજનો સાથે વાત કરી. બન્ને પરિવારોની રજામંદી પછી દુલ્હાના ગામના એક મંદિરમાં વિધિપૂર્વક ગોલ્ડી અને વીરેન્દ્રના લગ્ન કરાવવામાં આવ્યા. ગામના લોકોએ બન્નેના લગ્નનું સમર્થન કર્યું અને સમારંભ દરમિયાન સોશિયલ ડિસ્ટેન્સિંગ પણ જાળવી રાખ્યું.

કોઇને પણ જણાવ્યા વગર જ છોડ્યું ઘર
ગોલ્ડીએ જણાવ્યું કે 4મેના તેના લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા, જે લૉકડાઉનને કારણે ટાળી દેવામાં આવ્યા, અમે લૉકડાઉન 3.0 ખતમ થવાની રાહ જોઇ રહ્યા હતા, પણ તેને પણ લંબાવીને 31 મે સુધી કરી દેવામાં આવ્યું. દુલ્હને કહ્યું કે અમારા પરિવારના લોકો લગ્ન ફરીથી ટાળવા અંગે વિચાર કરી રહ્યા હતા પણ મેં નિર્ણય લીધો કે હું મારા લગ્ન વચ્ચે કોઇ મહામારી આવવા નહીં દઉં. મેં કોઇને પણ જણાવ્યા વગર ઘર છોડી દીધું.

ગોલ્ડીએ 80 કિલોમીટરનું અંતર 12 કલાકના કાપ્યું અને દુલ્હાને ગામ પહોંચી ગઈ. તેણે જણાવ્યું કે પ્રવાસમાં તેણે કંઇ જ ખાધું નહોતું. તેની સાથે એક નાનકડી બૅગ હતી, જેમાં અમુક કપડાં હતા. ગોલ્ડીએ જણાવ્યું કે ત્યાં પહોંચ્યા પછી અમે બન્ને પરિવારોની સહેમતિથી મંદિરમાં લગ્ન કર્યા. માસ્ક લગાડીને દુલ્હા-દુલ્હનની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

national news offbeat news