BFએ જાડી કહીને રિજેક્ટ કરેલી એટલે વજન ઉતારીને મિસ ગ્રેટ બ્રિટન બન્યા...

03 March, 2020 08:46 AM IST  |  Mumbai Desk

BFએ જાડી કહીને રિજેક્ટ કરેલી એટલે વજન ઉતારીને મિસ ગ્રેટ બ્રિટન બન્યા...

ફેટ ટુ ફિટ

ભારેભરખમ શરીર ધરાવવાને કારણે સગાઈ તોડનારા મંગેતરને ૨૬ વર્ષની જેન ઍટકિન્સે પાંચ વર્ષ પછી એવો જડબાતોડ જવાબ આપ્યો છે જેની તેણે કદાચ કલ્પના પણ નહીં કરી હોય. જેન તેના એક્સ-બૉયફ્રેન્ડને મળી ત્યારે તેનું વજન ૮૮ કિલો હતું, જે ધીમે-ધીમે વધીને ૧૧૪ કિલોએ પહોંચ્યું હતું. જેન અને તેનો બૉયફ્રેન્ડ લગ્ન કરવાનાં હતાં પણ તેના વધારે વજનને કારણે સંબંધ ફોક થયો હતો. હતાશામાં સરી પડેલી જેને પછીથી પોતાના શરીર પર ધ્યાન આપ્યું અને જિમમાં જોડાઈ ગઈ. જ્યાં ૫૭ કિલો જેટલું વજન ઘટાડીને પોતાને ફિટ બનાવીને આ પાંચ વર્ષમાં તેને જીવનસાથી મળી ગયો અને તેણે લગ્ન પણ કરી લીધાં. લગ્ન પછી આવી કોઈ સ્પર્ધામાં ભાગ લેવાનો તેણે વિચાર પણ નહોતો કર્યો, પરંતુ મિસ ગ્રેટ બ્રિટનના નિયમમાં ફેરફાર થતાં તેણે લગ્ન પછી મિસ ગ્રેટ બ્રિટનની સ્પર્ધામાં ભાગ લીધો અને વિજેતા પણ બની.

international news offbeat news