15 July, 2024 12:03 PM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
બોનાલુ ફેસ્ટિવલ
૧૮મી સદીમાં જ્યારે હૈદરાબાદ રાજ્ય હતું ત્યારથી દર જુલાઈ મહિનામાં હૈદરાબાદમાં બોનાલુ ફેસ્ટિવલ ઊજવાય છે. એની વાત કંઈક એવી છે કે ૧૮૧૩માં હૈદરાબાદમાં ખૂબ બહોળા પાયે રોગચાળો ફાટી નીકળ્યો હતો અને સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા હતા. એ વખતે હૈદરાબાદના સૈનિકોની એક ટુકડી જે ઉજ્જૈનમાં તહેનાત હતી એણે ઉજ્જૈનના મહાકાળી મંદિરમાં પ્રાર્થના અને હવન આરંભ્યાં. આ સૈનિકોએ એ હવનમાં નક્કી કર્યું કે જો રોગચાળો કાબૂમાં આવી જશે તો હૈદરાબાદમાં પણ મહાકાલીની મૂર્તિની સ્થાપના કરીને એક મંદિર બનાવશે અને દર વર્ષે ખાસ મહાકાલી ઉત્સવ બોનાલુ તરીકે ઊજવશે. મહાકાળી મા સાઉથમાં દેવી યેલમ્મા તરીકે પૂજાય છે.