ગુલાબ પર બેઠેલો આકાશી રંગનો સાપ, છે આટલો ખતરનાક, જુઓ વીડિયો

19 September, 2020 03:58 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ગુલાબ પર બેઠેલો આકાશી રંગનો સાપ, છે આટલો ખતરનાક, જુઓ વીડિયો

તસવીર સૌજન્ય ટ્વિટર પર શૅર કરવામાં આવેલો વીડિયો

સોશિયલ (Social Media) મીડિયા પર એક આકાશી કલરના દુર્લભ (Snake)સાપ ખૂબનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ સાપના લોકો ખૂબ જ વખાણ કરી રહ્યા છે કેટલાક તેને ક્યૂટ અને સુંદર પણ જણાવી રહ્યા છે. સોશિયલ (Social Media) મીડિયા પર વીડિયો (Viral Video) વાયરલ થતા જ આ સાપને વિશ્વનો સૌથી સુંદર સાપ જણાવી રહ્યા છે. વીડિયોમાં સાપ લાલ ગુલાબ પર બેઠેલો જોવા મળે છે. તે ગુલાબ સાથે લપેટાયેલો છે. લોકોને લાલ કલરના ગુલાબ પર બેઠેલો આકાશી સાપનું દ્રશ્ય ખૂબ જ ગમી રહ્યું છે.

જો કે, બ્લૂ પિટ વાઇપરને જોતાં તે બિનઝેરી લાગે છે. પણ હકીકતે, આ ખૂબ જ ઘાતક સાપ છે જેનું ઝેર આંતરિક અને બાહ્ય બન્ને રીતે ગંભીર રક્તસ્ત્રાવનું કારણ બની શકે છે.

મૉસ્કો ઝૂ પ્રમાણે, આ સાપ સફેદ આઇલેન્ડ પિટ વાઇપરની બ્લૂ વેરાઇટી છે. ઝેરી પિટ વાઇપર ઉપ પ્રજાતિ ઇન્ડોનેશિયા અને પૂર્વ તિમોરમાં જોવા મળે છે. અધિકાંશ સફેદ-લેપ વાળા પિટ વાઇપર હકીકતે ગ્રીન હોય છે, જેમાં બ્લૂ ખૂબ જ દુર્લભ હોય છે.

મૉસ્કો ઝૂના જનરલ ડાયરેક્ટર સ્વેતલાના અકુલોવાએ કહ્યું, "રસપ્રદ વાત એ છે કે બ્લૂ કલરના સાપની એક જોડી ગ્રીન રંગના બાળકોને જન્મ આપી શકે છે. સફેદ કલરના વાઇપર્સને વિવિપેરસ કહેવામાં આવે છે. આનો અર્થ છે કે તે એવા બાળકોને જન્મ આપે છે, જે પોતાની માટે તૈયાર થાય છે."

ટ્વિટર પર 'લાઇફ ઑન અર્થ'એ આ બ્લૂ પિટ વાઇપરના વાયરલ વીડિયો ને શૅર કરતાં તેણે લખ્યું, "અવિશ્વસનીય રૂતે સુંદર બ્લૂ પિટ વાઇપર."

આ વીડિયો 17 સપ્ટેમ્બરના શૅર કરવામાં આવ્યો હતો, જેને અત્યાર સુધી 52 હજારથી વધારે વ્યૂઝ આવી ચૂક્યા છે. આ વીડિયો રેડિટ પર પણ શૅર કરવામાં આવ્યો છે, જ્યાં આને 2.2 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે.

કેટલાય સોશિયલ મીડિયા યૂઝર્સ આ વાતથી સહેમત હતા કે સાપ અસામાન્ય રીતે સુંદર હતો પણ બધાને આ સાપથી દૂર રહેવા માટે ચેતવી દેવામાં આવ્યા છે.

રેડિટના એક યૂઝરે લખ્યું, "ઇન્ટરનેટ પ્રમાણે, બ્લૂ પિટ વાઇપર ઝેરી અને કુખ્યાત આક્રમક હોય છે. જેણે પણ આ ગુલાબને પકડડી રાખ્યો છે, તે સ્માર્ટ નથી." વ્હાઇટ-લેપ્ડ આઇલેન્ડ પિટ વાઇપર બાલીમાં ઝેરી સાપના ડંખવાના સામાન્ય કારણોમાંનું એક છે.

offbeat videos offbeat news national news international news