આંખે પાટા બાંધીને સોનુ સૂદનું પોર્ટ્રેટ તૈયાર કર્યું આ યુવાને

19 June, 2022 09:45 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પોર્ટ્રેટ જોઈને સોનુ સૂદ પણ આફરીન પોકારી ગયો છે

અજમેર આલમ

મહામારીમાં પરોપકારનાં કામ કરીને લોકોની વહારે દોડનારા અભિનેતા સોનુ સૂદનો એક વિશાળ ચાહકવર્ગ ઊભો થયો છે, જે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ફેલાયેલો છે. 
સોનુ સૂદના આવા જ એક ચાહકે આંખ પર પાટા બાંધીને તેનું પોર્ટ્રેટ તૈયાર કર્યું છે, જે  જોઈને સોનુ સૂદ પણ આફરીન પોકારી ગયો છે. આ પોર્ટ્રેટ તૈયાર કરતો વિડિયો વિશાલકુમાર ગુપ્તાએ ટ્વિટર પર પોસ્ટ કર્યો છે, જેને સોનુ સૂદે રીટ્વીટ કર્યો હતો. બિહારના સિવાનના સોનુ સૂદના એક ચાહક અજમેર આલમે આંખ પર મીઠું મૂકી એના પર પાટો બાંધીને સેંકડો લોકોની સામે સોનુ સૂદનું પોર્ટ્રેટ તૈયાર કર્યું હતું. સોનુ સૂદે પોતાના પોર્ટ્રેટને રીટ્વીટ કરીને કૅપ્શનમાં અજમેર આલમનાં વખાણ કર્યાં હતાં. આ વિડિયોને અત્યાર સુધીમાં એક લાખ કરતાં વધુ વ્યુઝ મળ્યા છે. 

offbeat news national news sonu sood